Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

લગ્ની લાલચે જામનગરની બ્યુટીશ્યન ઉપર ત્રણ વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો

રાણાવાવ-ભાણવડ પંથકના બે શખ્શો ૫૮ હજારના દારૂ સાથે કારમાં ઝડપાયા

જામનગર, તા.૧૮:અહીં એરફોર્સ–૧ સેનાનગર બંસીધર સ્કૂલ પાસે રહેતી અને મકવાણા સોસાયટીમાં બ્યુટીપાર્લર ચલાવતી યુવતિએ સીટી સી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, આજથી ત્રણ વર્ષ પહેલા તેણી ૧૬ થી ૧૭ વર્ષની હતી ત્યારે આ કામેનો આરોપી પ્રતાપ હરસુર જામ જાતે ગઢવી રહે. ખોડીયાર કોલોનીવાળાએ તેણીને લલચાવી ફોસલાવી તેના મિત્રોના ઘરે લઈ જઈ ફરીયાદીની મરજી વિરૂઘ્ધ બળાત્કાર ગુારી લગ્ન કરવાની લાલચ આપી હતી તા. ૮–૬–૧૮ સુધી તેના પર વારંવાર બળાત્કાર ગુજારી ગુન્હો કરેલ છે.

અહીં પંચ ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આર.આર.સેલ. રાજકોટના હેડ કોન્સ. ચંદ્રવિજયસિંહ હરદેવસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, એસ્વરીયા ફાર્મ પાસે ચેલા–ચંગા વચ્ચે  કરશનભાઈ બધા કટારા રે. કઠીયા ગામ તા.રાણાવાવા, જિ.પોરબંદર, વિજયભાઈ નારણભાઈ મોરી રે. મોડપર ગામ, તા.ભાણવડ,  સેન્ટ્રો કારમા  દારૂની બોટલો નંગ–૧૭૭, કિંમત રૂ.પ૮,પ૦૦/– તથા સેન્ટ્રો કાર જી.જે–પ.સી. એફ ૭૧૦૧ મળી કિંમત રૂ.૧,પ૦,૦૦૦/– તથા એક નોકીયા કંપનીનો મોબાઈલ કિંમત રૂ.૧૦૦૦/– મળી કુલ મુદામાલ સાથે રૂ.ર,૦૯,પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

(3:31 pm IST)