Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

કોલેજ બંધ કરવામાં નિર્ણયના વિરોધમાં સાવરકુડલાનું વંડા ગામ સજ્જડ બંધ

 સાવરકુંડલા, તા. ૧૮ :. સાવરકુંડલા તાલુકાના વંડા ગામમાં સ્વામિનારાયણ મદિર વડતાલ સંચાલીત બિલખીયા કોલેજ આ સત્રથી બંધ કરવામાં આવતા તેના વિરોધમાં આજે વંડા ગામ સજ્જડ બંધ રહ્યુ છે.

આજે સવારે વિદ્યાર્થીઓનાં હિતમાં ગ્રામજનોએ રેલી કાઢી હતી અને કોલેજની બહાર ધરણા કર્યા હતા. તેમજ રામ-ધૂન પણ બોલાવી હતી. આ કોલેજ બંધ કરવાના નિર્ણયથી વડા તેમજ આસપાસનાં વિષેક  જેટલા ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મુશ્કેલી સર્જાશે.

જેથી વંડાનાં પૂર્વ સરપંચ રામભાઇ સાતીયા, મનજીભાઇ તળાવીયા સહિતનાંની આગેવાનીમાં ગામ બંધ રાખીને વિદ્યાર્થીઓને ન્યાય આપવા માંગણી કરી છે.

(3:30 pm IST)