Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ટીટોડીએ ચોથા માળે અગાસીમાં ઇંડા મૂકયા : સારા વરસાદના એંધાણ

આકાશમાં વાદળાની દોડધામ શરૂ થઇ છે. ગરમી કેડો મૂકતી નથી. જળાશયો સૂકાયા છે. ખેતર - વાડીમાં નવા પાકની તૈયારી થઇ ગઇ છે. મેઘ સવારીની કાગડોળે રાહ જોવાઇ રહી છે. આ સમયે સારા વરસાદના પ્રાકૃતિક એંધાણ પ્રાપ્ત થયા છે. રાજકોટમાં બીગબજાર મેઇન રોડ પર આવેલી સાંઇનગર કો-ઓપ. સોસાયટીમાં શેરી નં. ૧ ખાતે આવેલા ગીરધરભાઇ સાવલિયાના ચાર માળના મકાનની અગાસી પર ટીટોડીએ ઇંડા મૂકયા છે. ગીરધરભાઇના પિતાશ્રી ઓધવજીભાઇ જેરામભાઇ સાવલિયા કહે છે કે, વરસાદના પરંપરાગત વિજ્ઞાન પ્રમાણે ટીટોડી ઊંચાઇ પર ઇંડા મૂકે એ ખૂબ જ સારા વરસાદના એંધાણ ગણાય. ગીરધરભાઇ કહે છે કે, આપણે પ્રાર્થના કરીએ કે પરંપરાગત લોકવાયકા સાચી પડે અને સર્વત્ર લીલાલહેર થાય. ગીરધરભાઇ સાવલિયા મૂળ જામનગર જિલ્લાના ઉગામેડી ગામના છે. ખેતીવાડી ઉપરાંત બિલ્ડર પણ છે. તસવીરોમાં ગીરધરભાઇના મકાનની અગાસી પર ટીટોડીના ઇંડા દર્શાય છે. ગીરધરભાઇના સાથે તેના મિત્રો કાંતિભાઇ ભૂત, લલિતભાઇ એકવાલિયા નજરે પડે છે. ગીરધરભાઇનો સંપર્ક મો. ૯૮૨૪૫ ૪૮૪૮૮ નંબર પર થઇ શકે છે.(૨૧.૨૦)

(12:47 pm IST)