Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

મોરબી જીલ્લા પંચાયતની ચુટણી માટેની સેન્સ પ્રક્રિયા પુરી કોંગ્રેસના બે સદસ્યોએ દાવેદારી નોંધાવી, ચારથી પાંચ રેસમાં

મોરબી તા ૧૬ :  જીલ્લા પ઼ંચાયતની ચુંટણી બાદ પ્રથમ અઢીવર્ષની ટર્મ પૂર્ણ થતા બીજા અઢી વર્ષ માટે ઉતેજનાપૂર્ણ ચુટણી આગામી તા ૨૦ ના રોજ યોજાવા જઇ રહી છે. કુલ ૨૪ સભ્યોવાળી મોરબી જીલ્લા પંચાયતમાં ૨૪ માંથી ૨૨ સભ્યો કોંગ્રેસના છેજેમાંથી બે જુથના બે સદસ્યોઅ ેપોતાની દાવેદારી નોંધાવી છે. જાણવા મળ્યા મુજબ ચારથી પાંચ સભ્યો રેસમાં છ ે.

મોરબી જીલ્લા પંચાયતની૨૦૧૫ માં યોજાયેલી ચુટણીમાં પાટીદાર અનામત આંદોલનના કારણે કોંગ્રેસને ભનરેબહુમતી મળી હતી અને ૨૪ માંથી ૨૨ સીટો કબજે કરી હતી. અને કોંગ્રેસે સતાની બાગડોર સંભાળી હતી અને જેતપર (મચ્છુ) સીટ પરથી વિેતા થયેલા સોનલબેન જાકાસણીયા જી.પ. પ્રમુખ બન્યા હતા. હાલમાં કાર્યરત છે. આ તેમની પ્રથમ ટર્મ તા ૨૧ મી જુને અઢી વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તેથી બીજી ટર્મ માટેની ચુટણી તા ૨૦ જુને યોજાશે.

તા ૨૦ જુન સવારે ૧૧ વાગ્યે મોરબી જીલ્લા પંચાયત ભવનના સભાખંડમાં યોજાનાર ચુંટણી માટે કોંગ્રેસ સદસ્યોની સેન્સ ગુરૂવારે લેવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના મોરબી જીલ્લાના પ્રભારી વગદીશભાઇ ઠાકરે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. આ તકે મોરબી જીલ્લાના પાંચ તાલુકાના પ્રમુખો ધારાસભ્યો તેમજ પુંટાયેલા સદસ્યો હાજર રહ્યા હતા. પ્રભારીએ તમામને સાંભળ્યા બાદ વર્તમાન મોરબી જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન કિશોરભાઇ ચીખલછયાએ ૧૬ સભ્યો સાથે અનેપૂર્વ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઇ ગામીએ૪ સભ્યો સહીત પ્રમુખપદ માટેની દાવેદારી નોંધાવી હતી. 

તયારે જોવાનું એ રસપ્રદ રહેશે કે પ્રમુખ પદની ચુંટણીમાં સર્વસંમતી સધાશે કે ે આંતરીક બળવો થશે ? (૩.૯)

(11:57 am IST)