Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

પ્રભાસ પાટણ વડલા ચોક પોલીસ ચોકીની આજુબાજુ ના સી.સી.ટીવી કેમેરાનીં આંખો મીચાઇ ગઇ છે : તંત્ર જાગે

પ્રભાસપાટણ તા ૧૮ :  પ્રભાસ પાટણ મુખ્ય ચોક જે વડલા પોલીસ ચોકી આવેલ છે તે  આ ચોકથી પાંચ રસ્તાઓ અલગ પડે છે જેમાં મુખ્ય બજારના બે રસ્તાઓ, ઘાંચીવાડ તરફનો રસ્તો, કોળી વાડમાં જવાનો રસ્તો અને શાકભાજી માર્કેટ થી ચોગાન ચોક તરફ જવાનો રસ્તો આ પાંચ રસ્તાઓમાં જવાનું થતું હોવાથી આ જગ્યામાં કાયમી ધોરણે ટ્રાફીક જોવા મળે છે અને સવાર સાંજમાં મજુર લોકો આવતા જતા હોય છે જેથી ખુબજ ટ્રાફીક રહે છે. આ જગ્યાએ વડલા પોલીસ ચોકી પણ આવેલ છે.

પ્રભાસપાટણમાં અગાઉના સમયમાં બે મોટા કોમી હુલ્ડો થયેલા છે ેઅનેક માલ સામાનની નુકશાની થયેલ હતી તેમજ અનેક દુકાનો અને અન્ય વાહનો સળગેલા હતા. અને આ વડલા ચોકમાં લોકોના ઘસારાને કારણે અહીંથી ઝગડાની શરૂઆત થાય છે. જે તે સમયે નકકી કરવામાં આવેલ કે આ જગ્યાએ પોલીસક ચોકી અને સી.સી.ટીવી કેમેરા આખી બજારમાં ફીટ કરવા, પરંતુ આ વડલા ચોક્કીની આજુબાજુ બે થી ત્રણ કેમેરા ફીટ કરવામાં આવેલ હતા. આ કેમેરા ઘણા સમયથી  બંધ હાલતમાં છે છતા આ સંવેદનશીલ  જગ્યામાં કેમેરા રીપેરીંગ કરવામાં આવતા નથી અને માત્ર શોભાના ગાંઠીયા સમાન જોવા મળે છે.

પ્રભાસપાટણની બજારો ખુબજ સાંકડી છે. અને લોકો ખુબજ ગીચ વિસ્તારોમાં રહે છે તેમજ આ વડલા પોલીસ ચોકીની આજુબાજુ પણ ઘસારો રહે છે જેથી આવી ભીડ ભાડ વાળા વિસ્તારમાં સી.ેસીે.ટી.વી કેમેરા સતત ચાલુ રહે તે ખુબજ જરૂરી છે જેથી આ કેમેરા તાત્કાલીક ચાલુ થાય તેવી લોકોની માંગણી છે. (૩.૧)

(11:57 am IST)