Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

જામકંડોરણામાં રમજાન ઇદની શાનદાર ઉજવણી

જામકંડોરણામાં સમસ્ત સુન્ની મુસ્લીમ જમાત દ્વારા રમજાન ઇદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા પવિત્ર રમજાન માસના ૨૯ દિવસ પુરા કરતા આજે ઇદુલ ફિન્ન ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આજે મોટાપીરની દરગાહથી ઝુલુસ નીકળેલ જે દરબારગઢ ચોક, મેઇન બજાર, હુશેની ચોક થઇ ઇદ  દરગાહે પુર્ણ થયું હતું જેમા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ઇદ દરગાહે સમુહ નમાજ અદા કરી હતી અને એકબીજાને ઇદ મુબારક પાઠવેલ હતા. આ ઇદના પ્રસંગે તાલુકાભરમાંથી મુસ્લિમ જમાતના લોકોએ હાજરી આપી હતી. (તસ્વીર. અહેવાલઃ મનસુખ બાલધા.જામકંડોરણા) (૨૩.૪)

 

(11:57 am IST)
  • અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં કરાશે યોગ દિનની ઉજવણી : રમત - ગમત, સાહિત્ય, ઉદ્યોગપતિઓ અને ફિલ્મ જગતની હસ્તીઓ ઉપસ્થિત રહેશે : ૧૦ હજારથી વધારે લોકો ભાગ લેશે access_time 6:01 pm IST

  • ભાવનગર જીલ્લાના વેળાવદર અભ્યારણીય પાસે આવેલ નર્મદ ગામ પાસે કેમીકલયુક્ત પાણી પીવાથી પ કાળીયારના મોત? પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં સાચુ કારણ જાણવા મળશે access_time 4:56 pm IST

  • મોડીસાંજે પાકિસ્તાન બાદ સિક્કિમમાં ભૂકંપના આંચકા : પાકિસ્તાનના ડેરા ગાજી ખાન વિસ્તારમાં સાંજે 7.51 વાગ્યે ધરા ધ્રુજી : રિક્ટર સ્કેલમાં 5.2ની તીવ્રતા નોંધાઈ : સિક્કિમ રાત્રે 8.37 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો : 4.7ની તીવ્રતા : લોકો ઘરની બહાર દોડી ગયા access_time 1:21 am IST