Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

જસદણમાં અગાઉની અદાવતનો ખાર રાખી કુલદીપ ધાધલને માર મારી ૪ હજારની લૂંટ

જયેશ સખીયા અને તેના બે સાગરીતો સામે ગુનો નોંધાયો

જસદણ તા. ૧૮ :.. જસદણમાં જૂની અદાવતના કારણે ત્રણ પટેલ શખ્સોએ કાઠી યુવાનને માર મારી  રૂ. ૪ હજારની લૂંટ ચલાવી નાસી જતા ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણના વાજસુર પરા વિસ્તારમાં રહેતાં કુલદીપભાઇ વિકુભાઇ ધાધલ વેકરીયા ચોક પાસે પોતાનું બાઇક હંકારીને જતા હતા ત્યારે જયેશ રમેશ સખીયા નામનો પટેલ અને તેના બે સાગ્રીત કુલદીપભાઇનું બાઇક રોકાવી અને જૂની અદાવતનો ખાર રાખી તેમને ગડદા પાટુનો માર મારી પેટમાં ઇજા કરતા તેઓને જસદણની સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ છે. દરમિયાન નાસી છૂટેલા શખ્સોએ કુલદીપભાઇ પાસે રહેલા ખીસ્સામાં રૂ. ૪૦૩૦ ની રોકડ રકમ પણ લૂંટી જતાં આ અંગેની જસદણ પોલીસમાં ફરીયાદ થયેલ છે. (પ-૬)

(11:56 am IST)