Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

મીઠાપુર તાલુકા કન્યાશાળામાં પ્રવેશોત્સવ

 મીઠાપુરઃ મીઠાપુર તાલુકા-કન્યાશાળામાં શાળા પ્રવેશોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ એ.ડી.વાળા (ડીપટી. સેક્રેટરીશ્રી, હોમ, ડીપાર્ટમેન્ટ), બી.કે. કટારા (તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારકા, ઝાંખરીયા રવિભાઇ (એન. લાયઝન અધિકારી દ્વારકા), મંગુભાઇ ચાવડા, અશોકભાઇ શ્રીમાળી, શ્રી કામાણી, માધવજીભાઇ પરમાર, રાજવીરભા કેર, કિરીટભાઇ ગઢવી, દિવ્યેશભાઇ જટણીયા વગેરે હાજર રહયા હતા. બાળકો દ્વારા યોગ, પાણી તેમજ વાતાવરણ વિષે કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. આ તકે શ્રી વાળાએ બાળકોને શિક્ષણના ફાયદાઓ તેમજ શિક્ષણ જ જીવન છે તે સમજાવી હાજર રહેલા વાલીઓને પણ પોાતાના બળકોને શિક્ષિત  બનાવવા પર ખાસ ભાર મુકયો હતો. અને ત્યારબાદ વૃક્ષારોપણ કરાયું હતું. (૧.૬)

(11:55 am IST)