Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

લાઠીના સરખેજીયા પરિવારનું ગૌરવ

 લાઠીઃ નૈમિષ અશ્વિનભાઇ સરખેજીયા હાલ - અમદાવાદ એમકયોર ફાર્માસ્યુટીકલ કાું ના રીસર્ચ સેન્ટરમાં ફોમ્યુલેશન ડેવલોપમેન્ટ ડીપાર્ટમેન્ટમાં એકઝીકયુટીવ ઓફીસર હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સીટી પાટણમાંથી ફાર્માસ્યુટીકલ સાયન્સમાં ડો.પ્રફુલભાઇ ડી.ભારડીયા સરના માર્ગદર્શન નીચે ડોકટર ઓફ ફીલોસોફી (પીએચડી)ની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. અગાઉ જેઓએ રાજકોટ આર.કે.યુનિવર્સીટીમાંથી એમ.ફાર્મમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ અને જે- તે વખતના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને હાલ કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા દ્વારા સમ્માનીત કરવામાં આવેલ. નૈમિષ સરખેજીયાએ પીએચડીની ડીગ્રી પ્રાપ્ત કરતા દરેક શુભેચ્છકો તરફથી અભિનંદન મળી રહેલ છે. જેઓેએ લાઠીના સરખેજીયા પરિવાર તેમજ સમસ્ત લાઠી ગામનું ગૌરવ વધારેલ છે. તસ્વીરમાં અગાઉ વિધાનસભાના અધ્યક્ષના હાથે સન્માન પત્ર આપી સન્માનીત કરેલ તે નજરે પડે છે. (તસ્વીર : કલ્પેશ ખેર)(૪૫.૫)

(11:54 am IST)