Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયમાં પ્રવેશોત્સવ

ટંકારા : અહીયા ઓરપેટ સંકુલ ખાતે ઓરપેટ કન્યા વિદ્યાલય તથા ગાયત્રીનગર પ્રા.શાળાનો શાળા પ્રવેશઉત્સવ, કન્યા કેળવણી મહોત્સવ, જિલ્લા કલેકટર આર.જે.માકડીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શૈલેષભાઇ સાણજા, ટ્રસ્ટી ગોપાલભાઇ ડી.રતનપરા, મામલતદાર ચંદ્રીકાબેન જે.પટેલ, પ્રિન્સીપાલ મધુબેન પટેલ, આચાર્ય રસીકભાઇ ભાગીયા, બી.એચ.કાનાણી સહિતના મહેમાનો અગ્રણીઓની ઉપસ્થિતિમાં બાળાઓ દ્વારા યોગ નિદર્શન કરાયુ હતુ. સાથે સાથે જળ એ જ જીવન, બેટી બચાવો, વૃક્ષો વાવો વિશે પણ વકતવ્ય રજૂ કરાયેલ. મહેમાનો, દાતાઓના હસ્તે બાળકોને પુસ્તકો તથા સ્કુલ બેગ આપી પ્રવેશ અપાયો હતો. એવી જ રીતે ધો.૩ થી ૮માં પ્રથમ ત્રણ નંબરના વિદ્યાર્થીઓને શિલ્ડ અપાયેલ. બાળાઓને સાયકલ વિતરણ કરાયા બાદ કલેકટરશ્રી માંકડીયાએ વૃક્ષારોપણ કરી શિલ્ડના દાતા પ્રભુલાલ મોકાસણા તથા ગાયત્રીનગર પ્રા.શાળામાં વોટર કુલર ભેટ આપનાર સારસ્વત દેવજીભાઇ ખોખાણીનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ.(તસ્વીર - અહેવાલ : હર્ષદરાય કંસારા, ટંકારા)(૪૫.૫)

 

(11:51 am IST)