Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

વાંકાનેરમાં હઝરત શાહબાવા ઉર્ષની ઉજવણી

 દરવર્ષે ઇદના બીજા દિવસે રવિવારે શહેનશાહે મલંગ હઝરત મોહંમદ શાહબાવા (રહે.) ના ઉર્ષની થતી ઉજવણી આ વેળા ૩૦ રોઝા પુરા થવાને કારણે શ્રધ્ધાળુઓમાં ઉર્ષની ઉજવણીનો ઉત્સાહ બેવડાયેલો જોવા મળ્યો હતો. ગઇકાલે સવારે ૯ વાગ્યે વાંકાનેર રાજવી ના રણજીત વિલાસ પેલેસ ખાતે સચવાયેલા રહેતા હઝરત શાહબાવાના ઐતિહાસિક, અમુલ્ય એવા ગાદી-તકીયા-ધોકો(અસા મુબારક) ને આ તબર્રૃક ને ઉર્ષના ઝુલુસમાં શામેલ રાખી ઝુલુસનું પ્રસ્થાન હઝરત જોરાવરપીર બાવાની દરગાહ શરીફે ચાદર ચઢાવી કરાયું હતું. ત્યાંથી આ ઝુલુસ ઢોલ-ત્રાંસાા અને નારાઓની રમઝટ સાથે તથા આશિકે શાહબાવા ના શ્રધ્ધાળુઓની વિશાળ હાજરી સાથે ગ્રીનચોક, બજાર રોડ થી ચાવડી ચોક, મારર્કેટ ચોક, પ્રતાપ રોડ થી રામચોક પાસે આવેલ મીનારા શેરીમાં હઝરત શાહબાવાની તુરબત યાને પીરને દરગાહે પહોંચેલ. શાહબાવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા વાંકાનેર ના યુવરાત કેશરીદેવસિંહ ઝાલના હસ્તે તેમજ નાયબ મામલતદાર શ્રી મહેશભાઇ દ્વારા દરગાહ શરીફે ચાદર ચઢાવાયા બાદ, સલાતો સલામ પછી આમન્યાજ યાને જમણવારમાં તમામ જ્ઞાતિના લોકોએ પ્રસાદ-ન્યાજનો લાભ લીધો હતો. આ ઉર્ષ પ્રસંગે રાત્રે સંદલની રસમ અદા કરવામાં આવેલ. અને બાદમાં શાહબાવા ટ્રસ્ટ દ્વારા બીજી ચાદર ચઢાવાઇ હતી. આ ઉર્ષના જલ્સામાં વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અકિદતમંદોએ લાભ લીધો હતો. (૧.૧૦)

(11:47 am IST)