Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

કાલાવડના મોટા પાંચદેવડા ગામની સહકારી મંડળીના કર્મચારીને લૂંટી લેનાર ચોથો આરોપી પણ ઝડપાયો

જામનગર તા. ૧૮ : ગઇ તા.૧ર/૬/૧૮ના રોજ કાલાવડ તાલુકાના મોટાપાંચદેવડા ગામની 'જયકિશાન સેવા સહકારી મંડળી' ના કર્મચારી હસમુખભાઇ ભીખુભાઇ રૂડકીયા રહે.મોટા પાંચદેવડા વાળા રૂ.૧૮,૦૦,૦૦૦/- રૂપીયા બેન્કમાં જમા કરાવવા નવાગામની ડીસ્ટ્રીક કોઓપરેટીવ બેંકમાં જતા મોટીવાવડીથી નવાગામ જતા રસ્તે વચ્ચે મો.સા.માં ત્રણ અજાણ્યા ઇસમો આવી ફરીયાદીને છરી બતાવી મારમારી, ધમકી આપી રોકડની લુંટ કરી નાશી જનતા ફરીયાદીએ ગુનો દાખલ કરાવતા જે ગુનો વણશોધાયેલ હતો.

ગઇકાલ તા.૧૬/૦૬/ર૦૧૮ ના રોજ એલ.સી.બી.ને મળેલ બાતમીના આધારે (૧) ઇફરાન હમીદભાઇ આરબ (ર) ઇમ્તીયાજ ઇસુબભાઇ સીપાઇ (૩) હનીફ અમીનભાઇ આરબ રહે. ત્રણેય જુનાગઢ વાળાઓને પકડી પાડવામાં આવેલ હતા. આ ગુનાના આરોપી કીરીટ ખીમાભાઇ ડાંગર વાળાનુ નામ ખુલવા પામેલ હતું.

આ ગુનાના ફરારી આરોપી કીરીટ ખીમાભાઇ ડાંગર રહે. મોટા પાંચદેવડા, તા.કાલાવડ વાળો જામનગર એસ.ટી.ડેપો સામે હોવાની હકિકત મળતા મજકુરને પકડી પાડી તેમના કબ્જામાંથી લુંટના રૂ.૩૦,૦૦૦/- તથા મો.ફોન.૦૧ કબ્જે કરી પો.સબ. ઇન્સ. વી.વી.વગાડીયાએ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી પોલી સ અધિક્ષક પ્રદિપ શેજુળની આગેવાનીમાં ના.પો.અધિ. એચ.પી.દોશી, પો.ઇન્સ. આર.એ.ડોડીયા, પો.સ.ઇ. વી.એમ.લગારીયા, પો.સ.ઇ. વી.વી.વાગડીયા, તથા એલ.સી.બી.સ્ટાફના જયુભા ઝાલા, વશરામભાઇ ભાટીયા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, ગજેન્દ્રસિંહ જાડેજા, રામદેવસિંહ ઝાલા, દિલીપભઇ તલાવડીયા, શરદભાઇ પમાર, સુરેશભાઇ ડાંગર, ભગીરથસિંહ સરવૈયા, પ્રતાપભાઇ ખાચર, હરદિપભાઇ ધાંધલ, કમલેશભાઇ રબારી, મિતેશભાઇ પટેલ, નિર્મળસિંહ બી.જાડેજા, નિર્મળસિંહ એસ.જાડેજા, એ.બી.જાડેજા, અરવિંદગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.(૬.૧૧)

(11:47 am IST)