Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

કોટડાસાંગાણી તાલુકા પંચાયત ના નવા પ્રમુખ તરીકે કોળી મહિલાની પસંદગી

કોટડાસાંગાણી, તા.૧૮: તાલુકા પંચાયત ના નવા પ્રમુખ તરીકે કોળી મહિલાની પસંદગી થવાની લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કોટડાસાંગાણી તાલુકા પંચાયત ના પ્રમુખ શાસન ને અઢી વર્ષ જેટલો સમય વીતી ગયો છે જેથી હવે નવા પ્રમુખ કોને બનાવવા તે માટે બેઠકો નો દોર શરુ થયો છે સાથે જ બક્ષીપંચ અનામત બેઠક હોવાથી તાલુકા ના ગામ નવાગામ નારણકા પીપલાણા ભાડુઈ રાજપરા ની સીટ પરથી કોંગ્રેસ માથી સારી એવી લીડ થી વીજેતા થયેલા અને કોંગ્રેસના વર્ષોથી વફાદાર રહેલા કોળી સમાજના દિવાળીબેન બાબુભાઈ સરવૈયા ને પ્રમુખ બનાવવાની તૈયારીઓ સૌ કોઈ દર્શાવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકા ના મતદારો માથી કોળી સમાજનુ મતદાન બીજા નંબરે આવતુ હોવાથી અને તાલુકા પંચાયત પ્રમુખ ની બક્ષીપંચ અનામત સીટ હોવાથી પ્રમુખ પદના હકદાર દિવાળીબેન બાબુભાઈ સરવૈયા હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે સાથેજ આગામી તારીખ વીસ ના રોજ નવા પ્રમુખ ને ચાર્જ સોંપવામા આવનાર જે ને લઈને તાલુકા પંચાયત ના સદસ્યોની ખાનગી મા બેઠકોનો દોર શરુ થયો છે.

(11:46 am IST)