Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

વેરાવળ તાલુકાના મીઠાપુર ગામની બાજુમાં શીતળા માતાજીના મંદિરે જુગાર બંધ કરાવવા રજુઆત

પ્રભાસ પાટણ તા.૧૮ : સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલ પ્રાંચીન શીતળા માતાજીનું મંદિર સોમનાથથી ત્રણ કિલોમીટર હિરણનદીના કિનારે આવેલ છે. આ મંદિરે દર વર્ષ જેઠ માસમાં આખો મહિનો વેરાવળ-પાટણ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી જુદા-જુદા સમાજ દ્વારા ઉજેણી લાવવામાં આવે છે. અને માતાજીના દર્શન બાદ આખો દિવસ રોકાય અને ભોજન લઇ અને છુટા પડે છે. અને આ ઉત્સવ આખો મહિનો ચાલે છે.ે અને લોકોનો મોટા પ્રમાણમાં ધસારો રહે છે.

પરંતુ આ ધાર્મિક માતાજીના મંદિરની આજુબાજુની જગ્યા તેમજ પ્રાચીન સુર્યમંદિરની બાજુમાં દર વર્ષ મોટો જુગારધામ ચાલે છે. અને મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાની હારજીત થાય છે. અને ર૪ કલાક આ જુગારધામ ધમધમતું રહે છે. અને આમા વેરાવળ-પાટણ તેમજ આજુ-બાજુના વિસ્તારના અને છેક બોમ્બેથી ખૈલાયાઓ રમવા આવે છે. અને આ ધાર્મિક જગ્યા જુગારધામ બની જાય છે. અને આ જુગાર રમવા અનેક આવારા તત્વો પણ આવતા હોય છે જેથી આ ઉજેણી (ઉત્સવ) માં આવતા બેન-દિકરી અને સજ્જન લોકોને મુશ્કેલી પડે છે.

તેમજ આ જુગારને કારણે અનેક પરીવારો બરબાદ થઇ જાય છે. અને વ્યાજના ચકરમાં ફસાઇ જાય છે.

આ શીતળા મંદિર વેરાવળના ખારવા સમાજ અને કોળી સમાજ સહિત અનેક સમાજનું આસ્થાનુ કેન્દ્ર છે તો આ ધાર્મિક જગ્યા જુગાર ધામમાં ન ફેરવાય તે માટે પ્રભાસપાટણ કોળી સમાજના પ્રમુખ અને ગીરસોમનાથ જીલ્લા કોળી સમાજના પ્રમુખ કાનાભાઇ વાસાભાઇ ગઢીયાએ આગેવાનો સાથે પ્રભાસપાટણ પી.આઇ.ખુમાણને મૌખિકમાં રજુઆત કરેલ છે અને પી.આઇ. ખુમાણે જણાવેલ કે મારા વિસ્તારમાંં કોઇપણ ગેરકાયદેસર પ્રવૃતિ નહી થવા અને આ શીતળા મંદિરે જુગારધામ પણ નહી શરૂ થવા દવા તેવી ખાત્રી આપેલ છે.(૬.૧૨)

(11:46 am IST)