Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

સોૈરાષ્ટ્ર-કચ્છ પી.જી.વી.સી.એલ. ના કોન્ટ્રાકટ ની હડતાલમાં વાંકાનેર ડીવીઝનના વાહનો હડતાલમાં જોડાયા

વાંકાનેર તા.૧૮: સોૈરાષ્ટ્ર-કચ્છ ના પી.જી.વી.સી.એલ. કંપની ના કોન્ટ્રાકટરો એ ૩૦ થી ૪૦ ટકાનો ભાવ વધારાની માંગણી સાથે હડતાલ ઉપર ઉતરી ગયા છે  તેના ટેકા માં વાંકાનેર ડીવીઝન ના કોન્ટ્રાકટ બેઈઝથી ચાલતા ૧૫ થી વધુ વાહનો પણ બંધમાં જોડાઇને એક ગ્રાઉન્ડમાં પોતાના વાહનો પાર્ક કરી બેસી ગયા છે.

પી.જી.વી.સી.એલ. કંપનીના કોન્ટ્રાકટ મંડળના પ્રમુખ પરેશભાઇ રાઠોડે તથા ઉપપ્રમુખ હરૂભા ઝાલાએ જણાવેલ કે અન્ય વિજકંપનીમાં ભાવ વધારો જે તે કોન્ટ્રાકટરોને મળ્યો છે હાલ ડિઝલનો ભાવ વધારો મજુરોના મહેનતાણાનો વધારો આપવો પડતો હોય કોન્ટ્રાકટરો એ પી.જી.વી.સી.એલ. પાસે ૩૦થી ૪૦% નો ભાવ વધારો માંગ્યો છે.

અને આ માંગણી ન સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદત માટે કોન્ટ્રાકટ બેઇઝથી જોડાયેલા વાહનો અને લાઇનના કામો નહી કરવાની જાહેરાત સાથે આજથી હડતાલ ઉપર ઉતરી જતા અફરાતફરી મચી ગઇ છે.

એક તરફ પ્રિમોન્સુનની કામગીરી સાથે તેજ પવનને લઇને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વિજલાઇન ફોલ્ટના બનાવો બનતા હોય ત્યારે તેના સમારકામ-રીપેરીંગ માટે પી.જી.વી.સી.એલ. ના સ્ટાફને જે-તે સ્થળે પહોંચવા માટે આ વાહનોની જરૂરત વધુ રહેતી હોય ત્યારે પી.જી.વી.સી.એલ. કંપની આ પ્રશ્ન તાકીદે હલ કરશે કે અન્ય વાહનો થકી પોતાની કામગીરી ચાલુ રાખશે તે જોવાનું રહયું. (૧.૧૧)

(11:46 am IST)