Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ભુજ સ્વામીનારાયણ મંદિરનાં સંતોના મોબાઇલમાં છે 'ભૂંડા ફોટાઓ'

અશ્લીલ ફોટા-ચેટ પ્રકરણનાં વિવાદીત સ્વામી ચંદ્રપ્રકાશનો આક્ષેપઃ ભગવા ઉતારી લેવાયા બાદ ચંદ્રપ્રકાશસ્વામીના બેફામ આક્ષેપોને પગલે ભુજ સ્વામિનારાયણ મંદિરનો વિવાદ વકર્યો -પત્રકાર પરીષદ યોજી મંદિરનાં ટ્રસ્ટીઓ અને સંતોએ કર્યો બચાવ

પ્રથમ તસ્વીરમાં જેના ફોનમાંથી અશ્લિલ ફોટા મળ્યા તે સ્વામી, બીજી તસ્વીરમાં તેમને સંસારીક જીવનમાં પરત મોકલાયા તે ત્રીજી તસ્વીરમાં સ્વામી નારાયણ મંદિરનાં સંત અને ટ્રસ્ટીઓ તથા ચોથી તસ્વીરમાં સ્વામીનારાયણ મંદિર નજરે પડે છે.

 ભુજ તા. ૧૮ :.. દેશભરનાં પ્રવાસીઓ ભુજનું જે મંદિર જોવા આવે છે અને સ્વામીનારાયણ સંપ્રદાયમાં પણ હરિભકતોની અંદર જેનું મહત્વ વિશેષ છે એ ભુજ સ્વામીનારાયણ મંદિરનો વિવાદ વકર્યો છે અને અશ્લીલ ફોટા અને ચેટનાં મુદ્ે થઇ રહેલા આક્ષેપોનાં કારણે ભગવા ઉપર કીચડ ઉછળી રહી છે.

૧પ દિવસ અગાઉ કેરા ગામનાં સ્વામીનારાયણ મંદિરનાં સંત ચંદ્રપ્રકાશ સ્વામીનાં અશ્લીલ ફોટા અને ત્રણ છોકરીઓ સાથેની ચેટનો વિવાદ સોશ્યલ મીડીયા ઉપર ગાજતો થયો હતો. જેને પગલે મુખ્ય મંદિર ભુજ દ્વારા કેરા તાબાનાં મંદિરના સંત ચંદ્રપ્રકાશસ્વામીનાં ભગવા ઉતારીને તેમને સુરત મોકલી દેવાયા હતાં.

સંસારી જીવનમાં રસિક કેરાઇ ઉર્ફે ચંદ્રપ્રકાશસ્વામી પાછા ફર્યા બાદ તેમના પરિવારે ભુજ સ્વામીનારાયણ મંદિરનાં સંતો અને હરિભકતો ઉપર અપહરણનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ પ્રગટ થયેલા રસિક કેરાઇ (પૂર્વ ચંદ્રપ્રકાશ સ્વામી) એ મીડીયા સમક્ષ આક્ષેપ કર્યો હતો કે તેમને ચોકકસ સંતોનાં ઇશારે બદનામ કરાયા છે.

જેમાં તેમણે ભુજ મંદિરનાં કૃષ્ણ વિહારી સ્વામી તેમજ કોઠારી દેવ પ્રકાશસ્વામીનું નામ આપતાં આ વિવાદ વકર્યો હતો અને કોઠારી સ્વામીનું નામ ઉછળતાં ભુજ સ્વામીનારાયણ મંદિરે ખુલાસો કરવાની ફરજ પાડી હતી જે અંતર્ગત રવિવારે પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં કોઠારી દવે પ્રકાશસ્વામી, ખીમજી ભગત, ધર્મચરણ સ્વામી, ટ્રસ્ટી પ્રવિણ પીંડોરીયા, જાદવજી ગોરસીયા ઉપસ્થિત રહ્યા હતાં. અને રસીક કેરાઇ (ચંદ્રપ્રકાશ સ્વામી) નાં આક્ષેપો ફગાવી ને આવા કોઇપણ મામલામાં મંદિર કડક હાથે કામ લેશે એવો ખુલાસો કર્યો હતો.

જો કે, રસીક કેરાઇ (ચંદ્રપ્રકાશ સ્વામી) એ કેરા, ભુજ અને ભારાસર મંદિરના સીસી ટીવી ફૂટે જ મંગાવવાનો પડકાર ફેંકયો હતો. પોતે મહિલાના સંપર્કમાં  આવ્યાની ભુલ કબૂલી હતી. અને પ્રના આક્ષેપ કર્યો હતો.

ભુજ સ્વામીનારાયણ મંદિરનાં ૧ર સંતોના સ્માર્ટ ફોનમાં ગંદા ફોટાઓ છે, જે તેઓ શેર કરે છે.

પોતાનાં લેપટોપને ઝૂંટવી લેવાયુ હોવાથી પુરાવા  નથી એવું કહેતા રસિક કેરાઇએ એ ૧ર સંતોના નામ આપીને તેમનાં મોબાઇલ ફોન તેમજ લેપટોપ ચેક કરવાનુ કહ્યું હતું. જો કે, સંતોનાં સ્માર્ટ ફોન વાપરવા સામે હવે હરિભકતોમાં પણ સવાલ ઉઠી રહ્યા છે  કે દીક્ષા લીધા પછી ફોન શા માટે જોઇ હતો. (પ-૧૦)

 

(11:44 am IST)