Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

બાળકોમાં શિક્ષણની અભિરૂચીમાં વધારો થયો છે : પ્રફુલ જલુ

ગીર સોમનાથના આજોઠામાં ૪૯૪ બાળકોને પ્રવેશ

ગીર સોમનાથ તા. ૧૮ : શાળા પ્રવેશોત્સવ-૧૮ ના બીજા દિવસે આજોઠા ડી.એમ.બારડ હાઈસ્કુલ ખાતે રાજય પરીક્ષા બોર્ડના ચેરમેનશ્રી પ્રફુલ જલુ અને ગીર સોમનાથ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મયુર પારેખ દ્વારા ૪૯૪ બાળકોને શાળામાં ઉમંગભેર પ્રવેશ આપી આવકારવામાં આવ્યા હતા.

શાળા પ્રવેશોત્સવમાં આંગણવાડીના ૯ બાળકોને, સીમ શાળામાં કુમાર-૧૯, કન્યા-૩, કન્યા શાળામાં કન્યા-૧૬, પે.સે.શાળામાં કુમાર-૭ અને ડી.એમ.બારડ હાઈસ્કુલમાં ધો-૯ માં કુમાર-૧૩૨, કન્યા-૧૫૦, ધો-૧૧માં કુમાર-૫૭ અને કન્યા-૧૦૮ સહિત ૪૯૪ બાળકોનું નામાંકન કરાયું હતું.

શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમમાં રાજય પરીક્ષા બોર્ડના ચેરમેનશ્રી પ્રફુલ જલુએ બાળકોને શૈક્ષણિક કીટ આપી જણાવ્યું હતું કે, રાજય સરકારે છેલ્લા ધણા વર્ષોથી પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. શાળા પ્રવેશોત્સવના માધ્યમથી બાળકોને  પ્રોત્સાહિત કરવામાં આવતા બાળકોમાં શિક્ષણ પ્રત્યેનો લગાવ વધી રહ્યો છે જેથી બાળકોમાં શિક્ષણની ભૂખ ઉધડી છે. તેઓશ્રીએ વધુમાં કહ્યું કે, સરકાર દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ-૫ ના વિધાર્થીઓ માટે પીએસઈ અને ધોરણ-૮ ના વિધાર્થીઓ માટે એસએસઈની શિષ્યવૃત્તિ માટે પરીક્ષા લેવામાં આવે છે તે પરીક્ષામાં વિધાર્થીઓને ભાગ લેવા કહ્યું હતું. આ પરીક્ષામાં પાસ થયા બાદ મેરીટલીસ્ટમાં નંબર આવ્યા બાદ સરકાર તરફની વિધાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવે છે.

પરીક્ષામાં પ્રથમ નંબરે આવેલા વિધાર્થીઓને પુસ્તક અર્પણ કરી મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું.

સાથોસાથ સ્કૂલવાને લીલીઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી પુંજાભાઈ સોલંકી, શાળાનો શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિધાર્થીઓએ કાર્યક્રમનું સંચાલન અને આભારવિધી કરી હતી.(૨૧.૪)

(9:11 am IST)