Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

સરકારી શાળાઓમાંથી નિઃશુલ્ક શિક્ષણ મેળવીને બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવે : એસ.એમ. ખટાણા

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢવાણા - મેરૂપરમાં શાળા પ્રવેશોત્સવ

મોરબી તા. ૧૮ : સરકાર દવારા કન્યા કેળવણી માટે અનેક યોજનાઓ કયર્િાન્વત કરી છે. વાલીઓ કન્યાને પુરૂ શિક્ષણ  આપવા જાગૃત બને તેમ મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.ખટાણાએ મોરબી જિલ્લામાં કન્યા કેળવણી  શાળા પ્રવેશોત્સવના આજે બીજા  દિવસે હળવદ તાલુકાના મેરૂપર  અને ઢવાણાની શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોને શાળા પ્રવેશ કરાવી જણાવ્યું હતું.

શ્રી ખટાણા અને ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો દવારા હળવદ તાલુકાના મેરૂપર ગામની માધ્યમિક  અને પ્રાથમિક શાળામાં મળી કુલ-૩૮ બાળકો તેમજ  ઢવાણા માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં મળી કુલ ૫૮ બાળકો મળી કુલ ૯૩ બાળકોને શૈક્ષણિક કીટ અને પુસ્તકો અર્પણ કરી શાળા પ્રવેશ કરાવવામાં  આવ્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ખટાણાએ વધુમાં જણાવ્યું કે આજે સરકારી શાળાઓમાં વિષયના નિષ્ણાંત શિક્ષકો દ્વારા નિઃશુલ્ક શિક્ષણની સુવિધા સરકારે પુરી પાડી છે. ત્યારે વાલીઓ પોતાનું બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટેની પુરતી જાગૃતિ કેળવે સાથે કન્યાને પુરૂ શિક્ષણ આપવા પર ભાર મુકયો હતો.

વધુમાં ખટાણાએ ઉપસ્થિત વાલીઓને પોતાના બાળકોમાં રૂચી લઇ તેના  ઉત્સાહમાં વધારો કરવાથી બાળકોમાં આત્મવિશ્વાસ વધવાથી ભણીને આગળ વધે તે માટે બાળકો પાછળ  ધ્યાને દેવા તેમજ અનુકૂળતાએ શાળામાં શિક્ષકો પાસેથી તમારા બાળકની નબળાઇ શિક્ષકો પાસેથી જાણી તેનો હલ કરવા ભાર મુકયો છે.

મેરૂપર ગામે પ્રાથમિક શાળાને પ્રાઇવેટ શાળા સમકક્ષ બનાવવા બદલ શિક્ષકો અને ગામ લોકોના સહયોગ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

મેરૂપર શાળામાં આર્થિક સહયોગ આપવા બદલ દાતાશ્રીઓ ભાવીનભાઇ ખેર, મહેન્દ્રસિંહ વાઘેલા, નરવીર કુમાર પરમાર, દિનેશભાઇ પટેલનું જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્રારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી એ.જી. દેસાઇ, સી.આર.સી. મહેન્દ્રભાઇ ચૌધરી તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહયા હતા.

(9:11 am IST)