Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ભુજમાં કૌટુંબિક ભાઇએ પરિવારના ચાર લોકોને પેટ્રોલ છાંટીને જીવતા સળગાવ્યા : માતા-પુત્રીના કરૂણ મોત

મકાનના કબ્જા બાબતે વિવાદનો કરૂણઅંજામ : ઈદના પર્વે મુસ્લિમ પરિવારમાં કરૂણાંતિકા: આરોપી પણ દાઝ્યો

ભુજમાં કૌટુંબિક ભાઈએ એક પરિવારના ચાર લોકોને પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દેતા પરિવારના માતા અને પુત્રીના કરૂણમોત નિપજ્યા છે  છેલ્લાં નવ વર્ષથી મકાન બાબતે બે ભાઈઓ વચ્ચે ચાલતાં વિવાદ અને કોર્ટ કેસનો કરૂણ અંજામ આવ્યો છે.રમઝાન ઈદના પર્વે આ બનાવે મુસ્લિમ પરિવારમાં કરૂણાંતિકા સર્જી છે

 આ અંગેની વિગત  મકાનના વિવાદમાં ભુજના વંડી ફળીયામાં પેરીસ બેકરી પાસે સાંકળી શેરીમાં રહેતાં ભાઈના પરિવારના ચાર જણાં પર પેટ્રોલ છાંટી સગા ભાઈએ જીવતાં સળગાવી દીધાં છે. બનાવમાં માતા અને એક પુત્રીના મોત નીપજ્યાં છે. જયારે અન્ય બે પરિવારનાં સભ્યો દાઝી જતા જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

  ગત મોડી રાત્રી દરમિયાન ભુજના વંડી ફળિયામાં આવેલ રહેણાકી મકાનમાં આગ ચાપવાની ઘટનામાં બે પરિવાર વચ્ચે મકાનના કબજાને લઈને વિવાદ ચાલતો હતો.ગત મધરાત્રે દોઢ વાગ્યે તેના મોટા બાપા હાજી યુસુફશા હાજી ઈસ્માઈલશા પીરે ઘરમાં સૂઈ રહેલી તેની માતા શેરબાનુ, બહેન જુલેખા, પિતા મોહમ્મદ ઈબ્રાહિમ અને તેના પર પેટ્રોલ છાંટી દિવાસળીની કાંડી ચાંપી તેમને જીવતાં સળગાવ્યાં હતા.જેમાં ગંભીર રીતે દાઝી જવાથી માતા શેરબાનુ અને બહેન જુલેખાના મોત નીપજ્યાં છે. જ્યારે તેના પિતા ગંભીર રીતે દાઝી ગયાં છે. હાલ તે નાજૂક હાલતમાં સારવાર હેઠળ છે. બંને ભાઈ એક જ મકાનમાં રહેતા હતા. બંને ભાઈ એક જ મકાનમાં અલગ અલગ રૂમમાં રહેતા હતા. ગત રાત્રે યુસુફેશાએ ચારેય જણાંને જીવતાં સળગાવ્યાં ત્યારે મકાન પણ આગમાં લપેટાયું હતું. હાલ પોલીસે ડબલ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ આરોપી પણ ઘટનામાં દાઝી જતા સારવાર હેઠળ છે. પોલીસે એફએસએલ મદદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.

(7:32 pm IST)