Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

મહિલા પર પોલીસ અત્યાચારના વિરોધમાં જૂનાગઢના ચુડવા ગામ બંધ

પોલીસે રિવોલ્વર બતાવી માર માર્યાનો આરોપ :એસપીને આવેદનપત્ર આપ્યું :પગલાં ભરવા માંગણી

જૂનાગઢના ચુડવા ગામે પોલીસ દ્વારા મહિલાને માર મારવાના વિરોધમાં આજે ગામમાં બંધનું એલાન અપાયું હતું  પોલીસ અધિકારી દ્વારા ગામની મહિલાને રિવોલ્વર બતાવી માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે આ મામલે ગામના લોકોએ સાથે મળીને જૂનાગઢના એસપીને આવેદન પત્ર પાઠવી પોલીસ અધકારી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માગ કરી છે.

  ગ્રામજનોનું કહેવું છે કે, જ્યાં સુધી પોલીસ અધિકારી સામે પગલાં ભરવામાં નહીં આવે ત્યા સુધી ગામને બંધ રાખી રસ્તો રોકી આદોલન કરવામાં આવશે. જોકે ગ્રામજનો દ્વારા એસપીને કરેલી રજૂઆત બાદ તેમણે પોલીસ અધિકારી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાની ખાતરી આપી છે.

(8:18 pm IST)