Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

સાંસદ દેવજી ફતેપરા ગૂમ ;સુરેન્દ્રનગર કોંગ્રેસે આપ્યું સીટી પોલીસ સ્ટેશને આવેદન

સુરેન્દ્રનગર :સાંસદ દેવજીભાઈ ફતેપરા ગુમ થયા અંગેનું આવેદનપત્ર સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસના મહામંત્રી ગિરિરાજસિંહ ઝાલાએ સીટી પોલીસ સ્ટેશને આપ્યુ છે.શહેર કોંગ્રેસના મહામંત્રી અને કાર્યકર્તાઓએ મળી આવેદન આપ્યુ છે જેમાં જણાવાયું છે કે  સાંસદ ચૂંટાયા બાદ ફરી તેમના મતવિસ્તારમાં દેખાયા જ નથી. તેઓ ગુમ થયેલ છે તો તેમને શોધી કાઢવામાં આવે.

  કોંગ્રેસે આવેદનપત્રમાં એમ પણ જણાવ્યું છે કે, અમારા ગામમાં રોડ, રસ્તા અને ગટર નથી, અને અમે એમને શોધી રહ્યા છીએ પરંતુ પછી અમને જાણ થઈ કે, તેઓ તો વિદેશમાં દરિયામાં મજા માણી રહ્યા છો.

(12:46 am IST)