Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

આટકોટમાં ૪ હેલીપેડ-પ ડોમ બનશે : કલેકટર તંત્ર દ્વારા તમામ ઇમરજન્‍સી સેવા તૈયાર રખાશે : ૧૩ જીલ્લામાંથી લોકો આવશે

વડાપ્રધાનનો હજુ સતાવાર કાર્યક્રમ જાહેર થયો નથી : ર૮ મીએ રાજકોટ આવશે કે સીધા જશે તે પણ ફાઇનલ નથી :હોસ્‍પિટલ તૈયાર : સરકીટ હાઉસ આખુ બે દિ' બૂક રહેશે : સીવીલ હોસ્‍પીટલમાં પણ ખાસ વોર્ડ ઉભો કરાશે : એમ્‍બ્‍યુલન્‍સ-ફાયર સેફટી- પાર્કિંગ- VIP પાર્કિંગ - પોલીસ બંદોબસ્‍ત તથા લાખો લોકોનો જમણવાર હોય ફુડ એન્‍ડ ડ્રગ ખાતાને પણ સુચના : સરકીટ હાઉસ-સીવીલમાં ખાસ કન્‍ટ્રોલ ઉભા કરાશેઃ કલેકટર દ્વારા આટકોટ ખાતે ખાસ વીઝીટ કરાઇ

રાજકોટ, તા. ૧૮ :  આગામી તા. ર૮ મીએ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના આટકોટ ખાતે આવી રહ્યા છે, આટકોટમાં ૪૦ થી પ૦ કરોડના ખર્ચે અદ્યતન હોસ્‍પિટલ બનાવાઇ છે., તેના ઉદ્‌્‌ઘાટન માટે વડાપ્રધાન આવી રહ્યા હોય, કાર્યક્રમ પ્રાયવેટ હોવા છતાં રાજકોટ કલેકટરતંત્ર પ્રોટોકોલ-સુરક્ષા સંદર્ભે ઉંઘે માથે થઇ ગયું છે. કલેકટર પોતે ગઇકાલે આટકોટ ખાતે વીઝીટ માટે દોડી ગયા હતા. અને તમામ બાબતે સુચના આપી હતી.
કલેકટરે ઓ અનૌપચારિક વાતચીતમાં પત્રકારને જણાવ્‍યું હતું કે વડાપ્રધાનનો ર૮ મીએ કોઇ સતાવાર કાર્યક્રમ હજુ અમારી પાસે આવ્‍યો નથી, કે જાહેર થયો નથી, તેમજ પીએમ શ્રી રાજકોટ એરપોર્ટ પર આવી અને આટકોટ જશે કે સીધા જશે તે પણ કોઇ વિગતો અમારી પાસે આવી નથી અને ફાઇનલ થઇ નથી.
દરમિયાન અન્‍ય અધિકારી સુત્રએ ઉમેર્યુ હતું કે આખી હોસ્‍પીટલ રેડી છે, સુરક્ષાની દૃષ્‍ટિએ કલીયરન્‍સ આપી દેવાયું છે, આટકોટમાં ૪ હેલીપેડ બની રહ્યા છે, તો પ ડોમ પણ અત્‍યંત આધુનિક ઢબે ઉભા થઇ રહ્યા છે, સુત્રોએ જણાવેલ કે કુલ ૧૩ જીલ્લામાંથી લોકો આવી રહ્યા છે.  કલેકટર તંત્ર દ્વારા વડાપ્રધાન આવનાર હોય, સુરક્ષાના-પ્રોટોકોલ અંગે તમામ પગલા લેવાઇ રહ્યા છે, રાજકોટનું સરકીટ હાઉસ આખુ ર થી ૩ દિવસ બુક કરી લેવાશે, તમામ ઇમરજન્‍સી સેવા ઉભી કરી દેવાશે, સિવિલમાં આખો વોર્ડ અલાયદો ઉભો કરાશે, સરકીટ હાઉસ ખાતે હોટલાઇન-ફેકસ-અલગથી ફોનની ૪ થી પ લાઇન સહિતના ર થી ૩ રૂમ ઉપરાંત આખો કન્‍ટ્રોલ રૂમ રહેશે, સિવિલમાં પણ કન્‍ટ્રોલ રૂમ ઉભો કરાશે, આ ઉપરાંત આટકોટ ખાતે એમ્‍બ્‍યુલન્‍સ ફાયર સેફટી, પાર્કિંગ-વીવીઆઇથી પાર્કિંગ-સજ્જડ પોલીસ બંદોબસ્‍ત તૈનાત રહેશે.
આટકોટના વડાપ્રધાનના કાર્યક્રમમાં લાખો લોકો આવનાર છે, ત્‍યાં જમણવાર પણ છે, કલેકટર તંત્રે ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગને પણ જવાબદારી સોંપી છે, કાર્યક્રમમાં ૧૩ જીલ્લામાંથી લોકો આવી રહ્યા છે, નરેન્‍દ્રભાઇ સવારે ૧૦ વાગ્‍યે આવનાર છે, તે પહેલા સવારે ૯ વાગ્‍યાથી લોકોને ડોમમાં પ્રવેશ આપી દેવાશે, તમામ રૂટ બાદમાં બંધ કરી દેવાશે, કલેકટર તંત્ર સુરક્ષા સંદર્ભે ભારે દોડધામ કરી રહ્યું છે.

 

(3:57 pm IST)