Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

નિકાહ કરવાની લાલચ આપી વેરાવળના શખ્‍સનું જુનાગઢમાં કેશોદની મહિલા ઉપર દુષ્‍કર્મ

ફરિયાદના પગલે તાલુકા પોલીસ દ્વારા તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૮ :  નિકાહ કરવાની લાલચ આપી વેરાવળના શખ્‍સે જુનાગઢમાં કેશોદની મહિલા ઉપર દષ્‍ુકર્મ ગુજારતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

કેશોદ ખાતે રહેતી ૩૪ વર્ષીય મહિલાને વેરાવળમાં રહેતો વસીમ ઓસમાણ મેમણ નામના શખ્‍સ સાથે પરિચય થયેલો

આ પછી દોઢેક વર્ષથી છ મહિના પહેલા સુધી જુનાગઢ બાયપાસ  ખામધ્રોળ ચોકડી પાસે આવેલ ખુલ્લા પ્‍લોટમાં વસીમ ઓસમાણે મહિલાને લગ્ન (નિકાહ) કરવાની લાલચ આપી અવાર નવાર તેણી ઉપર શારીરીક અત્‍યાચાર ગુજાર્યો હતો.

આ અંગે ભોગ બનનાર મહિલાએ મંગળવારની રાત્રે ફરિયાદ કરતા જુનાગઢ તાલુકા પીએસઆઇ પી.વી. ધોકડીયાએ વસીમ ઓસમાણને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. 

(1:45 pm IST)