Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

૨ મહિનામાં છૂટાછેડા થઇ જતા જામનગરમાં આરતી ભુતનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: અહીં પ૪ દિગ્‍વિજય પ્‍લોટમાં રહેતી રીમાબેન દિલીપભાઈ ભુત ઉ.વ. ૩૧ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. ૧૬ ના રોજ આ કામે મરણ જનાર તેમની નાની બહેન આરતી ઉ.વ. ર૪ ના લગ્ન બે માસ પહેલા થયેલ હોય અને લગ્ન છુટા થઈ જતાં તેમને મનોમન લાગી આવતા પોતાના ઘરે પંખામાં ઓઢણી બાંધીને ગળેફાંસો ખાઈ લેતા મરણ થયેલ છે.

પટણીવાડમાં જુગાર રમતા બે ઝડપાયા

સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭-પ-ર૦રરના પટણીવાડ, ખાટકીવાડના ખુણે, જામનગરમાં આરોપી અનવરભાઈ મહેબુબભાઈ શેખ, અબરાર શબીરભાઈ કુરેશી, રે. જામનગરવાળા જાહેરમાં ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકીબેકી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.ર,પપ૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂ સાથે ઝડપાયો : એક ફરાર

સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રવિરાજસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭-પ-ર૦રરના રણજીતસાગર રોડ, શાલીગ્રામ હોસ્‍પિટલ પાસે, જામનગરમાં આરોપી નેવીલ જેન્‍તીભાઈ પટેલ એપોતાના કબ્‍જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની બોટલ નંગ-૧ર, કિંમત રૂ.૬,૦૦૦/ ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે. તથા દારૂ સપ્‍લાય કરનાર આરોપી મો.નં. ૮૧૪૦૧પ૪૭૬૪ ની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કસુવાવડ બાબતે પરણિતાને માર મારી ત્રાસ

ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં આમનાબેન તોસીફ યુનુશ બાબી તે ડો/ઓ. સરીફભાઈ કાસમભાઈ માંડલીયા, ઉ.વ.રર, રે. ફુલવાડી રોડ, ખાટકીવાસ, ધ્રોલવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧-પ-ર૦ર૧ થી તા.૧૪-૪-ર૦રર દરમ્‍યાન ફરીયાદી આમનાબેનના સાસરીયા પક્ષમાં સાસુ- રેશમાબેન યુનુસભાઈ બાબી, સસરા- યુનુસભાઈ મામદહુશેન બાબી રે. શિતલાચોક, ખાટકીવાસ, પોરબંદરવાળા એ ઘરકામ બાબતે તથા કસુવાવડ બાબતે અવાર-નવાર મેણાટોણા મારી તથા દુઃખ ત્રાસ આપી આ બાબતે ફરીયાદી આમનાબેનના પતિ તોસીફભાઈ યુનુસભાઈ બાબી ને ચડામણી કરી ઘરકામ બાબતે તથા કસુવાવડ બાબતે ફરીયાદી આમનાબેન સાથે બોલાચાલી કરી દુઃખ ત્રાસ આપી ફરીયાદી આમનાબેનને બે ફડાકા મારી, સામાન્‍ય ઈજા કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

ઈંગ્‍લીશ દારૂની ૧૩પ બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રમેશભાઈ માયાભાઈ બડીયાવદરા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭-પ-ર૦રરના સિદસર ગામમાં પાણીના ટાંકા પાસે આરોપી લખમણભાઈ ઉર્ફે લાખો બધાભાઈ ભારાઈ એ પોતાના રહેણાક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧૩પ જેની કિંમત રૂ.૬૭,પ૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૧, કિંમત રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ.૬૮,પ૦૦/- સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી રમેશભાઈ લાખાભાઈ ભારાઈ, રે. જૂનાગઢવાળો ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:31 pm IST)