Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

રાજુલાનાં ધાતરવડી નદીના પુલ ઉપર અકસ્‍માતમાં મોત : રોડનું કામ પૂર્ણ ન થતા વારંવાર દુર્ઘટના

રાજુલા, તા. ૧૮ : ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે ૮ ઇ કહેવાય છે પણ વાસ્‍તવિકતામાં નેશનલ હાઈવે નહીં પણ કોઈ ગામડા ગાડા કેડા કરતાં પણ વધારે ખરાબ આ હાઈવે ની છે રાજુલા થી ત્રણ કી. મી. દૂર હિંડોરણા ધાતરવડી નદી પુલની બાજુની સાઈડમાં જ આજે વહેલી સવારેના ત્રણ કલાક આસપાસ બે ટ્રક સામસામા આવી જતાં ભયંકર અકસ્‍માત થયો અને એક વ્‍યક્‍તિ નુ મુત્‍યુ થયું છે.

આ કહેવાતા નેશનલ હાઈવે અનેક નિર્દોષ લોકોના ભોગ લીધા છે અને હવે હજુ પણ કેટલા ભોગ લેશે એ કહેવાતું નથી કેમકે આ રોડ અત્‍યારે થઈ રહ્યો છે છેલ્લા છ વર્ષથી આ રોડ ધીમી ગતિએ કામ ચાલુ છે અને છ વર્ષ થયા છતાં હજુ ૫૦ ટકા પણ રોડ તૈયાર થયો નથી તો હજુ પણ છ વર્ષ લાગશે કે શું એમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ રોડ રાજુલા થી ચારનાળા ચોકડી સુધી એટલી હદે ખરાબ છે કે બાઈક વાળા કે ફોરવીલ વાળા જો રાત્રીના થોડીક વધારે સ્‍પીડમાં ગાડી હોય તો સામસામા અકસ્‍માત નો ખુબ જ દહેશત રહે છે. આ રોડ કામ ચાલુ છે બાજુમાં જ એક સિંગલ પટ્ટી રોડ ઉપર અને આખો રોડ ન બન્‍યો હોવાથી જેથી નાના મોટા વાહનો વારંવાર સારા રોડ ઉપર ચાલતા હોવાથી અકસ્‍માત થવાનો ભય રહે છે અને અકસ્‍માત થઈ રહ્યા છે.

જાણવા મળતી માહિતી મુજબ કે આ નેશનલ હાઇવે ઉપર અંદાજે ૨૦ ઉપર ના લોકોના જીવ આ નેશનલ હાઈવે એ લીધા છે હજુ પણ કેટલા લોકોના જીવ લેશે તેવી આ વિસ્‍તારના લોકોમાં છે એટલાં એટલા લોકોના જીવ ગુમાવ્‍યા હોવા છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી અધિકારી કે કોન્‍ટ્રાકટર ના પેટનું પાણી પણ હલતું નથી. આ હાઇવે ઉપર અનેક ગામડાઓ એ આવેદનપત્રો આપ્‍યા છે ચક્કાજામ કર્યા અહીંના લોકો દ્વારા સાંસદ નારણભાઇ કાછડીયાને પણ અનેકવાર રજૂઆતો કરી સાંસદ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી અધિકારીઓ સ્‍થળ ઉપર બોલાવી ને કડક રજુઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જાતનો ઉકેલ લાવેલ નથી અને જાણે સાંસદ ની રજૂઆત ને આ અધિકારીઓ કોઈ પણ જાતની વાત ધ્‍યાન લેતા પણ નથી જાણવા મળતી વિગત મુજબ કે આ રોડ બનવાની જે સમય મર્યાદા હતી તે પણ પુરી થઈ ગઈ હોવા છતાં પણ આ રોડ બન્‍યો નથી બીજા લોકોના ભોગ આ રોડ લેતે પહેલા આ રોડનું કામ પુર્ણ થાય તેવી લોક માંગ ઉઠવા પામેલ છે.

(1:30 pm IST)