Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

રાજકોટ-દિવ એસ.ટી.બસ હાઇ-વે હોલ્‍ટના કારણે કોડીનાર મોડી પહોંચતા મુસાફરો હેરાન

(અશોક પાઠક દ્વારા) કોડીનાર,તા. ૧૮ : રાજકોટ-દિવ રૂટમા વર્ષોથી રાજકોટ વિભાગ દ્વારા સંચાલન થી રહ્યું છે. આ બસો બારે મહિના સારી આવક સાથે વર્ષોથી દોડી રહી છે. આવક હોવા છતાં પણ એસટી ની સાદી બસો બંધ કરી દેવામાં આવે છે. અને એજ જગ્‍યા પર પ્રિમિયર બસો ફરીથી શરૂ કરી દેવામાં આવે છે. છેલ્લા ચાલીસ વર્ષથી ચાલતી દિવ-રાજકોટ રાત્રી બસમા કોડીનારથી ભાગ્‍યે જ જગ્‍યા મળતી એવી સારી આવકવાળી બસ અચાનક બંધ કરી તેની જગ્‍યાએ એસી બસ મુકી દીધી છે.

સારી બસો કરતાં આ બસોમાં ડબલથી પણ વધારે ભાડું હોય છે જે સામાન્‍ય માણસને પરવડતું નથી હોતું છતાંય મજબુરીવશ આવી બસોમાં મુસાફરી કરવી પડે છે. છેલ્લા ઘણાં સમયથી રાજકોટથી બપોરે પોણા બાર તથા સાડા બાર વાગ્‍યે ઊપડતી બસો સતત મોડી ઊપડતી તથા આ બસોમાં જીપીએસ સુવિધા પણ બંધ રાખવામાં આવતી.

જેની વ્‍યાપક ફરીયાદો થતાં થોડા સમય માટે બસ નિયમિત કરી દેવામાં આવી. હવે આ બંને બસો ને રાજકોટ થી ઊપડ્‍યાના થોડોક સમય બાદ હોટલો ખાતે હોલ્‍ટ આપી દેવામાં આવ્‍યો છે. જેની સીધી અસરથી આ બસો કોડીનાર મોડી પહોંચે જેથી ગામડામાં જતાં લોકોને પારાવાર મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે ત્‍યારે રાજકોટ એસટી ના અધિકારીઓ આ બાબતે સત્‍વરે નિર્ણય લઈ હોલ્‍ટ રદ કરે અથવા તો હોલ્‍ટ નો સમયગાળો ટુકડાને તેવી અપેક્ષા. આ બંને બસો દિવથી વહેલી સવારે ઊપડતી હોય રાજકોટ જતાં આવતાં મુસાફરો માટે લાભદાયી છે કે પછી આ બસો બંધ કરવાનો આ આડકતરો પ્રયાસ તો નથી ને જેમ અગાઉ વાંકાનેર-દિવ, ચોટીલા-દિવ બસો બંધ થઈ એમ આ બસો પણ બંધ કરી એસી બસો શરૂ કરી દેવામાં આવશે તે તો સમય જ બતાવશે.જાણવા મળતી વિગત પ્રમાણે હાઇવે હોટલો વાળા એસ. ટી. તંત્ર ને નજીવી રકમઆપેછે તેની સામે એસ. ટી. તંત્ર ને કેટલી રકમની આવક ગુમાવેછે તેની તપાસ કરે તો જાણવામળે એસ.ટી.ના એક કન્‍ડકટરે જણાવેલ કે આ વોલ્‍ટના કારણે આવકમાં ઘણું ગાબડું થાય છે કેમકે આ વોલ્‍ટના કારણે જુનાગઢ, જેતપુર જેવા ગામના પ્રવાસીઓ ઉત્તરી જાયછે તો એસ. ટી. તંત્ર યોગ્‍ય તપાસ કરી આ વોલ્‍ટ ને રદ કરવા લોકમાંગની ઉઠવા પામી છે.

(12:24 pm IST)