Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

રતનાલમાં જુગાર કલબ અને ભુજમાં આંકડાનો જુગાર ઝડપાયા

નિર્લિપ્‍ત રાય આવ્‍યા પછી મોનીટરીંગ સેલ છેક કચ્‍છ સુધી એક્‍ટિવ

ભુજ તા.૧૮: સ્‍ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કચ્‍છમાં અંજાર તા.ના રતનાલ ગામે ખારીવાડ વિસ્‍તારમાં ધમધમતી જુગારકલબ ઝડપી પાડવામાં આવી હતી. ક્‍લબના સંચાલક વેલજી કારા ડુંગરિયા સહિત સાત ખેલીઓને ૪૩,૧૫૦ રૂ.ની રોકડ અને મોબાઈલ, વાહનો સહિત ૧,૩૪,૧૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી હતી.

જયારે ભુજમાં સરપટ ગેટ પાસે વરલી મટકો રમાડતા હુસેન ઓસમાણ શેખ સહિત ૫ શખ્‍સોને ૨૨,૬૦૦ની રોકડ સહિત ૪૬ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દરોડા દરમ્‍યાન કલ્‍પેશ વસાવા નામનો શખ્‍સ નાસી છૂટયો હતો. સ્‍ટેટ મોનીટરીંગ સેલના દરોડા એ સ્‍થાનિક પોલીસ સામે સવાલો સજર્યા છે.

(12:01 pm IST)