Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

બગસરામાં સેવાસેતુ કાર્યક્રમ

 બગસરાઃ મેઘાણી હાઇસ્‍કુલ ખાતે  સેતુ સેવાસેતુ કાર્યક્રમની સરકારશ્રીની યોજનાનું નગરપાલિકા  દ્વારા આયોજન કરવામાં આવ્‍યું જેમાં ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્‍વામી દ્વારા આયોજન કરાયું નગરપાલિકા હેડ કલાર્ક ભરતભાઈ ખીમસુરીયા દ્વારા જહેમત ઉઠાવી હતી જેમાં વિવિધ સરકારી વિભાગના કચેરીઓના અધિકારીઓની ઉપસ્‍થિતિમાં સરકારી વિવિધ કામગીરી જેમાં આવક જાતિના દાખલા રેશન કાર્ડ આધાર કાર્ડ તેમજ મા અમળતમ સહિતની કામગીરી સ્‍થળ ઉપર કરવામાં આવેલ. નગરપાલિકાના પ્રમુખ પરેશભાઇ ખીમસુરીયા ઉપપ્રમુખ રાજુભાઈ ગીડા સહિત સભ્‍યો અને ચિફ ઓફિસર ભાવનાબેન ગૌસ્‍વામી તેમજ નાયબ મામલતદાર ડિ.કે.વરુ  સહિત અધિકારીઓ ઉપસ્‍થિત રહેલ.(તસવીરઃ સમીર વિરાણીઃ બગસરા)

(10:46 am IST)