Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ભોજન કરાવાયું

મોરબી : મોરબીમાં ગત તા. 14ના રોજ ઇન્ડિયન લાયોનેસ ક્લબ-મોરબી દ્વારા પછાત વિસ્તારમાં બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું.

મોરબી : કોરોનાના કપરા કાળમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ-મોરબી દ્વારા જરૂરિયાતમંદ બાળકોને રસ-પુરીનું બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. આમ, ક્લબ દ્વારા ભૂખ્યાને ભોજન આપી તેઓની જઠરાગ્નિ સંતુષ્ટ કરવાના પ્રયત્નો કરવામાં આવેલ હતા.
આ પ્રસંગે કલબ પ્રમુખ પ્રીતિબેન દેસાઈ, સેક્રેટરી મયુરીબેન કોટેચા, જોઇન્ટ સેક્રેટરી જ્યોતિબેન વિઠ્ઠલપરા, જોઈન્ટ વાઇસ પ્રેસિડેન્ટ રંજનબેન સારડા, પ્રજ્ઞાબેન ગોસ્વામી, ચેતનાબેન પાંચાલ, પ્રફુલાબેન સોની, સંધ્યાબેન રાવલ, ભારતીબેન સહિતના ક્લબના મેમ્બરોએ હાજરી આપી હતી. તેમજ કલબના મેમ્બર પ્રફુલાબેન સોની કે જેઓ રાજકોટ જિલ્લા સહકારી સંઘ-મહિલા સમિતિના કન્વીનર, ગુજરાત રાજ્ય સહકારી સંઘ મહિલા સમિતિના ડિરેક્ટર, મહિલા હિત ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન છે, તેઓએ પણ સેવામાં સહયોગ આપ્યો હોવાનું યાદીમાં જણાવાયું છે.

(6:34 pm IST)