Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ભાજપના તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો સેવાના કામે લાગી જવા હાકલ કરતા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા

ધોરાજી શહેર ભાજપ કાર્યાલય ખાતે પાટીદારોની મિટિંગને સરકારી તંત્રને સહયોગ સાથે સેવા કરવા બેઠક યોજી કાર્યકર્તાઓને વિનંતી કરતા. ખાચરીયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા ધોરાજી ખાતે દોડી આવ્યા હતા અને ભાજપ કાર્યાલય ખાતે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી
  આ સમયે મનસુખભાઈ ખાચરીયા એ જણાવેલ કે હાલમાં સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો છે લોકો મુશ્કેલીમાં મુકાઇ ન જાય તે માટે સરકાર સતત એલર્ટ છે અને સરકારી પ્રશાસન રાત-દિવસ જોયા વગર કામ કરી રહ્યા છે આવા સમયે ભારતીય જનતા પાર્ટી સંઘ પરિવારની દ્રષ્ટિએ સેવાનું માધ્યમ બની રહે હૈતી રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા તમામ તાલુકા અને શહેરોમાં જિલ્લા ભાજપ તાલુકા ભાજપ શહેર ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ તાત્કાલિક આ સેવાયજ્ઞમાં જોડાઈ જાય અને ગરીબ પરિવારોને વાવાઝોડા ની  કોઈ મુશ્કેલી ન પડે તે બાબતે પણ ખાસ તકેદારી રાખી અને ખાસ કરીને સરકારી સંસ્થાઓનો સહયોગ લઇ તેમને મદદ કરવા બાબતે ખાસ ભાર મૂક્યો હતો
  મનસુખભાઈ ખાચરિયા એ જણાવેલ કે રાજકોટ જિલ્લામાં જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા મનસુખભાઈ રામાણી મનીષભાઈ ચાંગેલા વિગેરે જીલ્લાના હોદ્દેદારો ને પણ અલગ અલગ તાલુકા ની જવાબદારી સોંપવામાં આવી છે તેમજ રાજકોટ જિલ્લાના તમામ મોરચાઓ પણ આ બાબતે સેવાના કાર્યમાં જોડાય તે અંગે તેમણે પણ અલગ અલગ તાલુકા મંડળને જવાબદારી સોંપવામાં આવી છે જે ગુરૂવાર સુધી સેવાના કાર્યમાં જોડાઇ રહે તેવી વિનંતી કરી હતી
  બેઠકમાં પૂર્વ નગરપતિ અને પ્રદેશ કારોબારી સદસ્ય વી ડી પટેલ જિલ્લા મંત્રી હરસુખભાઈ ટોપીયા જીલ્લા મહામંત્રી (obc)કિશોરભાઈ રાઠોડ શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા મહામંત્રી વિજયભાઈ બાબરીયા કાર્યાલય મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા મનીષભાઈ મનિષભાઇ કંડોલીયા વિજયભાઈ અંટાળા વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
આ સાથે ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ને સેવાના કાર્યમાં લાગી જવા વિનંતી કરી હતી

(6:20 pm IST)
  • વિખ્યાત કથાકાર પૂ. મોરોરિબાપુએ વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારોની સહાય માટે 50 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. access_time 11:02 pm IST

  • અમદાવાદમાં બપોરે ૧ વાગ્યાથી વરસાદ શરૂ થયો છે. સાંજે ૫:૩૦ વાગ્યે પણ વરસાદ ચાલુ છે અને વરસાદની તીવ્રતા વધી છે access_time 5:27 pm IST

  • પોરબંદરમાં આજે 17 મૃતદેહને અગ્‍નીસંસ્‍કાર કરાયા હોવાનું જાણવા મળે છે access_time 9:21 pm IST