Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

દ્વારકા પર જ ૧પ૦ કિ.મી.ઝડપે આવનાર હતું !!! દ્વારકા જિલ્લાને વાવાઝોડાના પ્રકોપથી દ્વારકાધીશને બચાવી લીધલું !!!

ખંભાળીયા તા.૧૮ : વાવાઝોડુ દ્વારકા પર જ ત્રાટકવાનું હતું અને તેનો ફેલાવો દ્વારકાથી છેક સુરેન્‍દ્રનગર જિલ્લા સુધી મનાતો હતો. જાણે દ્વારકાધીશની મહેરબાની થઇ હોય તેમ સલામત રીતે દ્વારકા જિલ્લો બાકાત નીકળી જતા તંત્ર તથા લોકોએ રાહતનો દમ લીધો હતો.

આગલા દિવસે ભારે પવન સાથે વરસાદી વાતાવરણ છવાયુ હતું તથા ભારે પવનથી સંખ્‍યાબંધ સ્‍થળે વૃક્ષો પડવા, વીજ થાંભલા પડવા, વાયર તુટયાના બનાવો બન્‍યા હતા જેની ૧૭ તા.ના રાત્રીથી લોકો ભયભીત હતા પરંતુ આજે વહેલી સવારે માત્ર થોડો પવન ફુંકાયો હતો તથા કયાંક ઝરમર વરસાદ પડયો હતો.

ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટના મોહીત સિસોદીયાના જણાવ્‍યા પ્રમાણે દ્વારકા જિલ્લામાં વધુમાં વધુ ૬૦ કી.મી.ની ઝડપ સુધીનોજ પવન ફુંકાયો હતો જેનાથી બહુ નુકશાન કયાંક ઝાડ ડાળીઓ તુટી પડી છે. ખંભાળિયાના અગાહીકાર કનુભાઇ કણઝારીયાએ જણાવેલ કે કોઇ ચમત્‍કારજ થયો છે નહી તો વાવાઝોડુ અશાંશ દેખાવા મજુબ દ્વારકાને જ લેવાનું હતું પણ કો ચમત્‍કારની જેમ આ વાવાઝોડુ વગર નુકશાન કરી નીકળી ગયું અને આજે બપોર પછી વાદળા પણ વિખેરાવા મંડશે તથા સાંજે ચોખ્‍ખુ આકાશ થઇ જશે કયાંક થોડો વરસાદ પડશે.

જિલ્લા કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીના, અધિક કલેકટર કે.એમ.જાની, સચિવ પટેલ તથા રાજય મંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા દ્વારકા પ્રાંત અધિકારી નિહાર ભેટારિયા, ખંભાળિયા પ્રાંત અધિકારી ડી.આર.ગુરવ, મામલતદારો કે.જી.દ્વારકા તા.વિ. અધિકારી ડી.ડી.ઓ ટી.ડી.ઓ તથા લાયઝનો તથા દરેક નગરપાલિકા વિસ્‍તારમાં ચીફ ઓફીસરો દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી.

દ્વારકામાં કંટ્રોલરૂપ શરૂ કરાયેલો તથા પ૧ ગામોના ૧ર૩૦૦ ઉપરાંત વ્‍યકિતઓને નજીકના સેલ્‍ટરરૂમો પર તથા સરકારી પ્રાથમિક, માધ્‍યમિક વાળાઓમાં ખસેડાયા હતા તથા તમામને રાત્રે ફુડપેકેટની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

રાજયમંત્રી હકુભા જાડેજાએ રૂપેણ બંદરની રૂબરૂ મુલાકાત લઇને તંત્રની કામગીરીની સમીક્ષા કરી હતી. રાત્રે તથા દિવસે પણ જિલ્લાના ડીઝાસ્‍ટર ઇમરજન્‍સી સેન્‍ટરની મુલાકાત લઇને જિલ્લા કલેકટર દ્વારા સ્‍થિતિની જાણકારી પ્રાપ્ત કરાઇ હતી તથા ર૪ કલાક પણ શ્રીહરમાં વર્ગ-ર-વર્ગ-૩ ના અધિકારીઓ ફરજ બજાવે તથા કોઇ પણ ફરીયાદનો ત્‍વરિત નિકાલ લાવવા વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી જિલ્લા તંત્રની સંકલનની ખુબજ સારી વ્‍યવસ્‍થા ગોઠવાતા લોકોને પણ રાહત થઇ હતી.

(1:44 pm IST)