Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

જેતપુરના સરધારપુરમાં દિવાલ પડતા ૩ વર્ષના બાળકનું મોત

શહેરમાં વાવાઝોડાનો પવન ફુંકાતા વૃક્ષો, વીજપોલ લાઇટીંગબોર્ડ તુટી પડયાઃ ઝંઝાવતી પવનથી લોકોનો જીવ તાળવે ચોટી ગયેલઃ પરિસ્થિતીને પહોંચીવળવા તંત્ર રાતભર સાબદુ રહ્યું

(કેતન ઓઝા દ્વાર) જેતપુર તા.૧૮ : સૌરાષ્ટ્રને ધમરોડવા તૌકતે વાવાઝોડાએ દિવથી એન્ટ્રી કરી હોય તેની અસર શહેરમાં પણ જોવા મળી હતી ગઇકાલ સાંજથી વાતાવરણમાં પલ્ટો આવી જઇ પવન ફંુકાવા લાગ્યો હતો.

આ વખતે વાવાઝોડુ ગુજરાતમાં પ્રવેશવાનું નકકી હોય તંત્ર સાબદુ રહ્યું હતુ઼ પહેલાથીજ નીચાણવાળા વિસ્તાર તેમજ કાચા મકાનમાં રહેતા લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. રાત્રીના વાવાઝોડુ દિવથી નજીક પહોચતાની સાથે જ બફામ પવન ફુકાવા લાગેલ જેથી લોકોના જીવ તાવળે ચોટી ગયા હતા વાવાઝોડાના કારણે શું સ્થિતી સર્જાસે? મોડી રાત્રીથી પવનની ગતિમાં વધારો થતા  શહેરના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષો ધરાશય થયેલ પીજીવીસીએલની ટીમ સ્ટેન્ડ ટુ હોય રાત દરમ્યાન અનેક જગ્યાએ વીજ પોલ તુટી જવાના તેમજ ફીડરો બંધ થયાની ફરીયાદો ઉઠેલ જેથી વીજ પુરવઠો અવાર-નવાર ખોરવાય જતો હતો.

તાલુકાના સરધારપુર ગામે વાડીમાં વેર હાઉસનું બાંધકામ ચાલુ હોય રાત્રીના ૩ વાગ્યાના અરસામાં તે દિવાસ તેની બાજુમાંં રહેતા રાહુલભાઇ શાંતીભાઇ હઠીલાના મકાન ઉપર પડતા નિદ્રાંધીન પરિવારનો વ્હાલ સોયો ૩ વર્ષના માસુમ રાજનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજેલ તેના પીતા શાંતીભાઇ તેમજ માતા રીન્કુબેનને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પીટલે ખસેડેલ રાતથીજ શરૂ થયેલ વરસાદ સવારે ૮ વાગ્યા સધુીમાં દોઢ ઇંચ વરસી ગયેલ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં દુકાનોના લાઇટીંગ બોર્ડ તોતીંગ વૃક્ષો, છાપરા તેમજ મંડપો ઉડયા હતા.

(1:36 pm IST)