Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

દ્વારકા જીલ્લાના નેશનલ હેલ્‍થ મિશન કરાર આધારીત કર્મચારી મંડળના ૧૩૮ કર્મચારીઓ હડતાળ ઉપર

ખંભાળિયા તા.૧૮ : નેશનલ હેલ્‍થ મિશન કરાર આધારીત કર્મચારી મંડળ ગુજરાત રાજયના જણાવ્‍યા મુજબ તા.૧ર-૧૦-ર૦ર૦ના રોજ માંગણીઓ ૬ માસ પુરા થઇ ગયેલ હોવા છતાં પણ હકારાત્‍મક વાચા મળેલ ન હોવાથી અને છેલ્લા એક વર્ષથી એન.એચ.એમ. કરાર આધારીત કર્મચારીઓ કોરોના જેવી વિકટ પરિસ્‍થિતિમાં પણ કામગીરી કરી છે એ કામગીરીને પણ ધ્‍યાનમાં લેવામાં આવતી નથી. એન.એચ.એમ. કર્મચારીઓની સતત અવગણના થઇર હી હોઇ, ગુજરાત એન.એચ.એમ. કર્મચારીઓની રોષની લાગણી ફેલાયેલ હોવાથી યુનિયનના તમામ કર્મચારીઓ સતત હકારાત્‍મક પરિણામના આશાસપદ સવાલોના ૬ મહિના સુધી પણ હકારાત્‍મક નિવારણ ન આવી શકતા એન.એચ.એમ. કર્મચારીઓ પ્રત્‍યે રાજય સરકાર તેમજ ઉચ્‍ચ અધિકારીશ્રીઓ દ્વારા બેદરકારી દાખવી રહ્યા હોય તેવુ લાગી રહયું છે.

નેશનલ હેલ્‍થ મિશન કરાર આધારીત તા.૧ર-પ-ર૦ર૧ થી તા.૧૪-પ-ર૦ર૧ કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજો બજાવેલ. તા.૧પ-પ-ર૦ર૧ના રોજ સામુહિક રાજીનામુ આપતા તેનો સ્‍વીકાર કરેલ ન હોઇ, તા.૧૬-પ-ર૦ર૧ થી તા.૧૮-પ-ર૦ર૧ સુધી પ્રતિકારાત્‍મક હડતાલનું આયોજન કરેલ હોઇ, દ્વારકાના એન.એચ.એમ. અંતર્ગત ૧૧ માસના ધોરણે કરાર આધારીત ફરજ બજાવતા આશરે ૧૩૮ જેટલા કર્મચારીઓ રાજય કક્ષાના નેશનલ હેલ્‍થ મિશન કરાર આધારીત કર્મચારી મંડળ ગુજરાતના આદેશને અનુસરીને હડતાલમાં જોડાયેલ છે.

(1:30 pm IST)