Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વાવાઝોડાને પગલે સાવચેતી રૂપે મોરબી જિલ્લાની 59 સર્ગભાઓને સલામત સ્થળે ખસેડાઈ

વાવાઝોડાની આફતને પહોંચી વળવા જિલ્લા આરોગ્ય વિભાગની 35 રેપીડ રિસ્પોન્સ ટીમ ખડેપગે

મોરબી : મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસરરૂપે હાલ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના સઘન પગલાં લેવામાં આવ્યા છે. જેમાં ડિલિવરીનો સમય નજીક આવતો હોય તેવી 59 જેટલી સગર્ભાઓને સલામત સ્થળે ખસેડી દેવામાં આવી છે.

મોરબી જિલ્લામાં હાલ ડિલિવરીનો સમય નજીક આવતી હોય તેવી 59 સગર્ભાઓ છે. જેમાં હળવદમાં 16, વાંકાનેરમાં 16, ટંકારામાં 9, માળીયામાં 10 અને મોરબીમાં 8 મળીને જિલ્લાની કુલ 59 સર્ગભાઓને વાવઝોડા દરમિયાન સલામતીના ભાગરૂપે હાલ નજીકના પીએચસી અને સીએચસી સેન્ટરોમાં શિફ્ટ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, વાવાઝોડાની આફત દરમિયાન આરોગ્યની કામગીરીને પહોંચી વળવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 35 જેટલી રેપીડ રિસ્પોન્સ ટીમ કાર્યરત કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા અને ડૉ. સી. એલ. વારેવાડિયાના માર્ગદર્શન હેઠળ આ ટીમ આરોગ્યને લગતી સારવાર આપવા માટે કામે લાગી ગઈ છે

(12:51 pm IST)