Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

પોરબંદરઃ કોરોના સંકટ સમયે ન્‍યાયકીય વિશેષ અધિકાર માટે માનવ અધિકાર પંચ મૌન કેમ?

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૮: બંધારણ મુજબ ભારતમાં લશ્‍કરી શાસન મુકી શકાતુ નથી તેમજ કટોકટીનો કાયદો અલમમાં હતો તેને પણ અચેતન બનાવી દીધેલ છે. રાષ્‍ટ્રપતિનું શાસન આવે તો પણ અસરકારક સાબીત થવું મુશ્‍કેલ છે. કારણ કે રાષ્‍ટ્રપતિની તટસ્‍થ ભુમીકા ઉપર વિચારણા માગે. આ મહામહિમનો જવાબદારી ભરેલ પા તેમાં પણ મૌન છે તેઓ ભાજપ પક્ષમાંથી આ પદ ઉપર આવેલ છે. પરંતુ સર્વોચ્‍ચ પદ ઉપર બિરાજમાન થયા પછી તેઓએ ભુલી જવુ જોઇએ કે રાજકીય પક્ષમાંથી આવેલ છે. આ પદ ઉપર પક્ષ જોવાતો નથી અને જોવાઇ પણ નહી. હાલની આ પરિસ્‍થિતિમાં આદરણીયનું મૌન ખુંચે છે. ભારતની વડી અદાલતો અને સર્વોચ્‍ચ અદાલતો આ વિશ્વની મોટી મોટી લોકશાહીને જનતાની પડખે આવી છે ત્‍યારે અદાલત ટીપ્‍પણી કરી જે માર્ગદર્શીકા આપે છે તે ઉપર મહામહિમે ધ્‍યાન કેન્‍દ્રીત કરવું જોઇએ અને શાસન કરતાઓ પાસેથી જવાબ માંગવો જોઇએ અને શાસન પોતાના હસ્‍તક લઇ લેવું જોઇએ. આ સમય માનવતા ફરજનો જવાબદારીનો છે અને રાષ્‍ટ્રીય ધર્મ બજવણી કરવાનો છે. જે પદ સાંભળ્‍યા પહેલા જે આપે સોગંદ લીધા છે તેની આપને યાદ અપાવે છે કે આપે જયારે પદ સાંભળતા પહેલા જે વિશ્વની મોટા મોટી લોકશાહી જનતાને વિશ્વાસ આપેલ છે કે તે વિશ્વસનીયતા વહેવારમાં લઇ આવવાનો સમય પાકી ગયો છે.

 તેમ ભારત ની જનતા કહે છે. માનવ અધિકાર પંચ વિશ્વ માનવ ના હક્કો માટે લડી રહ્યું છે. ત્‍યારે વિશ્વની મોટા મોટી લોકશાહીને પણ જીવંત રાખવા અને માનવ અધિકાર ના હકો નું રક્ષણ કરવા બંધારણ રીતે પરોક્ષ અપરોક્ષ સહાયક બનવું જોઈએ અને આગળ આવવુ જોઈએ કે આવા કટોકટી  સમયે માનવ અધિકાર પંચ કે અધ્‍યક્ષ કેમ આગળ આવતા નથી ? અને સરકારને તેની ફરજનું ભાન કરાવતા નથી. આંતકવાદી તથા ઘૂસણખોરને જેને અનેક લોકોને ક્રૂર રીતે મારી નાખ્‍યાં અને આતંકવાદ અને અરાજકતા સર્જી સર્વોચ્‍ચ અદાલતએ ફાંસી આપી ત્‍યારે માનવ અધિકાર પંચ તેમને જીવન માટે આગળ આવ્‍યું અને માનવ અધિકાર યાદ આવ્‍યાં ત્‍યારે હાલની પરિસ્‍થિતિમાં માનવ અધિકાર પંચ મૌન કેમ છે ?

માનવ અધિકાર પંચને દીવાની ન્‍યાયાલય ગણવામાં આવે છે અને માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ ૧૯૯૩ની કલમ ૧૩ (૪) રાજય આયોગને દીવાની ન્‍યાયાલય ગણવા માં આવેલ છે. અને કલમ ૧૩ (૫) થી આયોગ સમક્ષની દરેક કાર્યવાહી ને ન્‍યાયિક કાર્યવાહી  ગણવામાં આવેલ છે.  ત્‍યારે જે રીતે રાજયની વડી અદાલત કે ભારતની સર્વોચ્‍ચ અદાલત હાલ કોરોના સંક્રમણને અનુસરી જાતે સૂઓમોટો દાખલ કરી ન્‍યાયકિય વિશેષ અધિકારનો ઉપયોગ કરી સરકાર નો જવાબ માંગે છે. ત્‍યારે માનવ અધિકાર મૌન કેમ છે.?  તે પ્રશ્ન છે. ભારતના રાજયની વડી અદાલતો અને સર્વોચ્‍ચ અદાલત વિશ્વની મોટા મોટી લોકશાહીની જનતાની વહારે આવી છે. અને ચિંતા કરે છે. સરકારને માર્ગદર્શન આપે છે. ત્‍યારે ભાજપ સરકારના શાશન કરતા સરકારી અધિકારીઓ અને એટર્ની જનરલ સોગંદનામા દ્વારા અને મૌખીક રજૂઆતોમાં અદાલત સમક્ષ માહિતી અને રજૂઆતો રજૂ કરે છે તેનાથી આ ન્‍યાય અદાલતને સંતોષ નથી તેવું સમાચારના માધ્‍યમથી જાણી શકાય છે. કમ ભાગ્‍યે લશ્‍કરી શાશન કે કટોકટી લાદી શકાતી નથી સરકારની પાસેથી સાચી માહિતી મેળવવા રાષ્ટ્રપતિ તેમજ માનવ અધિકાર પંચએ મૌન સેવેલ છે. ન્‍યાયકિય હુકમ કે માર્ગદર્શનને સરકાર નજરઅંદાઝ કરી રહી છે. તેવું ચિત્ર ઊભું થયું છે.

સર્વોચ્‍ચ અદાલતના ચીફ જસ્‍ટિસે ન્‍યાય ક્ષેત્રના કાર્યમાં આવતા જાહેર જનતા ના હિતો નું રક્ષણ માટે તેમજ ભારતના બંધારણને નજર સમક્ષ રાખી અને સમન્‍વય કરી અદાલતના વિશેષ અધિકારનો ઉપયોગ કરવાનો સમય પાકી ગયો છે. અને ન્‍યાયકિય સ્‍થાપન કરવું જોઇએ અને દરેક રાજયની વડી અદાલતને જવાબદારી સોંપી લોક્‍ડાઉનમાં સંક્રમણ અનુભવતા દર્દી અને તેના પરિવારોને રાહત મળે અને હાલની કથળેલી પરિસ્‍થિતિ અને રાજયની વહીવટી વ્‍યવસ્‍થાની સુધારણા કરવા સર્વોચ્‍ચ અદાલતના વડપણ નીચે સમિતિ રચી હાલનું વહીવટી શાશન ઉપર રોક લગાવી અને સર્વોચ્‍ચ અદાલતના શાશન નીચે લઈ અને સાચી લોકશાહીના દર્શન કરાવવા જોઈએ.

(12:39 pm IST)