Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ગીર-સોમનાથ સિવિલ હોસ્પિટલની મુલાકાતે જવાહર ચાવડા

પ્રભાસ પાટણ : પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ ગીર સોમનાથ જિલ્લા કોવીડ હોસ્પિટલ આરોગ્ય કેન્દ્ર અને કોવીડ કેર સેન્ટરની  મુલાકાત લઇને કોવીડ અંગેની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. વોર્ડમાં દાખલ દર્દીઓને રૂબરૂ મળી જાત માહિતી મેળવી તેમના ખબર અંતર પુછયા હતાં. આ તકે રાજેશભાઇ ચુડાસમા, પૂર્વ બીજ નિગમ ચેરમેન રાજશીભાઇ જોટવા, ઝવેરીભાઇ ઠકરાર, માનસિંહભાઇ પરમાર, ડો. ગૌસ્વામી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર - અહેવાલ : દેવાભાઇ રાઠોડ -પ્રભાસ પાટણ)

(12:38 pm IST)