Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ગારીયાધારમાં વાવાઝોડા અને ભૂકંપની અસર

ગારીયાધાર તા. ૧૮ : શહેર અને તાલુકામાં 'લાઉ-તે' વાવાઝોડાને લઇને અલગ-અલગ વિસ્તારોમાં અસરો જોવામાં આવી હતી. શહેરમાં વહેલી સવારે પવન સાથે હળવું વરસાદી ઝાપટું પડયું હતું જયારે બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો.

જયારે ગ્રામ્ય વિસ્તારોમાં વેળાવદ, મોટા ચારોડીયા, વિરડી, મોરબા, અને નાનીવાવડી જેવા ગામોમાં વહેલી સવારે ૪ વાગ્યાના અરસામાંં ભુકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. વળી, સમગ્ર તાલુકામાં તમામ વિસ્તારોમાં ભારે પવન શરૂ થવા પામ્યો હતો.

(12:37 pm IST)