Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ગોંડલ શિવરાજગઢ રોડ ઉપર ચાર પોલીસ જવાને રસ્તો સાફ કર્યો

બાવળના ઝાડને બાઇક પાછળ બાંધીને ઢસડ્યો

ગોંડલ,તા.૧૮ : ગોંડલ તાલુકા પોલીસમાં ફરજ બજાવતા ચાર પોલીસ જવાનોને શિવરાજગઢ પાસે રોડ ઉપર પડી ગયેલ બાવળનું ઝાડ અને એક ટ્રેકટર ભરાય તેટલી સાંઠી ધ્યાને આવતા તુરંત જ જાત મહેનત જીંદબાદ કરી તાકીદની ફરજ બજાવી હતી.

 જીતેન્દ્રસિંહ વાળા, શકિતસિંહ જાડેજા, રૈયાભાઈ ખીંટ અને સંજયભાઈ મકવાણા સહિતનાઓ શિવરાજગઢ ગામે સ્થળાંતરની કાર્યવાહી માટે જઈ રહ્યા હતા ત્યારે રોડ ઉપર વાવાઝોડા ના કારણે પડી ગયેલ બાવળનું ઝાડ અને એક ટ્રેકટર ભરાય તેલતી સાંઠી નજરે ચડતા જાત મહેનત જીંદબાદ કરી રોડ સાફ કરી ઉમદા ફરજ બજાવી હતી.

(12:29 pm IST)