Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

જુનાગઢમાં ભારે પવનના લીધે પ્રવેશ દ્વાર પર રહેલ સિંહની પ્રતિમા નીચે પડી

જુનાગઢઃ જુનાગઢમાં ગત રાત્રે વાવાઝોડા વરસાદ દરમ્યાન પવનની ભારે ગતિના કારણે બિલખા રોડ પર મુકવામાં આવેલ પ્રવેશ દ્વારની બન્ને બાજુ સિંહની પ્રતિમા મુકવામાં આવેલ કે જે ગઇકાલે ભારે પવન કારણે પડી અને રોડ પર આવી ગઇ હતી સદનશીબે કોઇ જાનહાની થયેલ ન હતી ઉપરોકત તસ્વીરમાં કલાત્મક પ્રવેશ દ્વાર ઉપર મુકવામાં આવેલ બે સિંહની જોડીમાંથી એક સિંહની પ્રતિમા રોડ પર પડેલ તે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:22 pm IST)