Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

“તોક્તે” વાવાઝોડા સામે ભુજ નગરપાલિકા સજજ, ફાયરસ્ટાફ ૨૪ કલાક એલર્ટ :નગરપતિ ઘનશ્યામ રસિકભાઈ ઠકકર દ્વારા સતત મોનીટરીંગ

(ભુજ) વાવાઝોડાના ભય દરમ્યાન ભુજ નગરપાલિકાએ અગમચેતીરૂપ બહુવિધ કામગીરી હાથ ધરી છે. વાવાઝોડા સાથે ના વરસાદને લીધે ભુજના હૃદયસમા હમીરસર તળાવમાં નવા નીરની આવક થાય ત્યારે તેમાં કચરાવાળું દૂષિત પાણી ન ભળે તે માટે તકેદારીના ભાગરૂપે શહેરભરમાં ઠેરઠેર વરસાદી નાળાઓ સહીત હમીરસર તળાવ સુધીની સમગ્ર આવના વિસ્તારમાં પ્લાસ્ટિક સહિતનો કચરો સાફ કરવામાં આવ્યો છે. હરિપર સ્થિત આવેલા પાટિયાપુલના દરવાજા પણ તાબડતોબ ખોલવામાં આવ્યા છે.

શહેરભરમાં ઠેરઠેર જોખમી હોર્ડિંગ્સ સલામતીના ભાગરૂપે ઉતારવા આવ્યા છે તેમજ પી.જી.વી.સી.એલ અને ફોરેસ્ટની ટીમોને સાથે રાખીને વીજવાયરને નડતરરૂપ ઝાડી કટીંગ કરવામાં આવી છે. વરસાદી પાણી ભરાઈ જવાના સંભવિત જોખમરૂપ વિસ્તારોમાં રહેવાસીઓને જરૂર જણાયે સ્થળાંતર માટે રીક્ષામાં માઈક દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે તેમજ જરૂર જણાયે સ્વામિનારાયણ વાડી, વિવિધ સ્કુલો તેમજ સમાજવાડીઓમાં તત્કાળ ધોરણે સ્થળાંતર કરવામાં આવશે. જ્યાં ખાણીપીણી સહિત ઈમરજન્સી લાઈટ વગેરે સગવડો ઉભી કરવામાં આવશે.

આ ઉપરાંત પાણી પુરવઠાના સંપ પર ડી.જી સેટની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ રાવલવાડી સંપ અને ફાયર સ્ટેશન ઉપર નીચાણ વાળા વિસ્તારોમાંથી પાણી ઉલેચવા માટે ડી-વૉટરીંગ પંપ તૈનાત રાખવામાં આવ્યા છે અને ટેન્કરો પણ સ્ટેન્ડ બાય રાખેલ છે, સેનિટેશન વિભાગની ટીમને ૧૦ થી વધુ ટ્રેક્ટર, જે.સી.બી સહીતના સાધનો સાથે ૨૪ કલાક ઈમરજન્સી સેવા માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે તેમજ રોડલાઈટ શાખાના લિફ્ટર વાહનો અને ડ્રેનેજ શાખાના જેટીંગ-વેક્યુમ વાહનોને પણ સ્ટેન્ડ બાય રાખેલ છે.

ડીઝાસ્ટર ની કામગીરી સબબ ફાયરશાખાની તમામ સ્ટાફ ૨૪ કલાક ઓન ડ્યુટી રહેશે જેમની સાથે બે ફાયર બાઉઝર, બે નાના ફાયર ફાઈટર, એક ફાયર વાહન, એમ્બ્યુલન્સો અને રેસ્ક્યુ બોટ પણ ઉપલબ્ધ હશે.

આ અંગે વધુ વિગત આપતા નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે નગરપાલિકાના તમામા બ્રાંચ હેડ વચ્ચે સંકલન કરીને વિભન્ન કામગીરીની વહેંચણી કરવામાં આવી છે અને આવનારા સંભવિત ખતરાને પહોંચી વળવા ભુજ નગરપાલિકા દ્વારા કોઈ કચાશ બાકી રાખવામાં નહિ આવે અને શહેરીજનોની સલામતી માટે જરૂરી તકેદારીના તમામ પગલા ભરવામાં આવશે.

(12:17 pm IST)
  • આજે પણ રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ માં ભારે રાહત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 187 અને ગ્રામ્યના 103 કેસ સાથે કુલ ફક્ત 290 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:49 pm IST

  • તૌકતે ઇફેક્ટ : ગીરસોમનાથ જિલ્લાના તલાળામાં એક મોબાઈલ ટાવર ધરાશાયી થવાના સમાચાર આવ્યા છે. દયાનંદ સોસાયટીમાં અગાશી પર લગાવેલા મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે. ચક્રવાતના ભારે પવનના કારણે મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે. સદનસીબે કોઈ જ જાનહાનિના સમચાર આવ્યા નથી. access_time 1:40 am IST

  • અમદાવાદમાં બપોરે ૧ વાગ્યાથી વરસાદ શરૂ થયો છે. સાંજે ૫:૩૦ વાગ્યે પણ વરસાદ ચાલુ છે અને વરસાદની તીવ્રતા વધી છે access_time 5:27 pm IST