Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ગોંડલ શહેર તાલુકામાં તંત્ર સજ્જ : અનેકનું સ્‍થળાંતર

ગોંડલ,તા. ૧૮: ગોંડલ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલે જણાવ્‍યું હતું કે તોક તે વાવાઝોડા સામે ઝીરો કેઝ્‍યુલીટી ના સંકલ્‍પ સાથે સુરક્ષિત રીતે લડવા ગોંડલ શહેર તાલુકા માં તંત્રને સજ્જ કરી આપવામાં આવ્‍યું છે ૧૦ કીમીની ત્રિજયામાં આવતા ગોંડલ તાલુકાના દડવા, દેરડી, ધરાડા, કરમાર કોટડા, કેશવાળા, મોટી ખીલોરી, પાટખીલોરી, રાવણા અને વાસાવડ નો સમાવેશ થાય છે આશરે ઉપરોક્‍ત આ ગામોની ૩૫,૦૦૦થી વસ્‍તીને વધુ અસર કરતા રહેવાની સંભાવના છે તેથી જરૂરી જણાતા લોકોનું સ્‍થળાંતર કરવામાં આવ્‍યું છે જરૂરી ગામમાં સેન્‍ટર હોમ, ઉભા કરાયા છે.

આ ઉપરાંત હોસ્‍પિટલ કોવીડ સેન્‍ટરો માં ઓક્‍સિજન કે દવાની દ્યટ ન થાય તે માટે પૂરતો સ્‍ટોક કરાવી દેવામાં આવ્‍યો છે ર્ીશ્‍શ્‍ફૂણૂદ્દફૂફુ ગામમાં આવેલા કાચા-મકાન-ઝુંપડાં પતરાના શેડ માં રહેતા લોકોનું સ્‍થળાંતર સેન્‍ટર હોમ એટલે પ્રાથમિક શાળા ખાતે કરી દેવામાં આવ્‍યું છે જયાં રાઉન્‍ડ ધ ક્‍લોક સ્‍ટાફને ડ્‍યુટી પર તૈનાત કરી દેવાયો છે જેની સાથે હેલ્‍થ પણ કાર્યરત રહેશે ફોરેસ્‍ટ નગરપાલિકા અને આર એન બી ખાતે કન્‍ટ્રોલ રૂમ શરૂ કરાયો છે જે સતત સંપર્કમાં રહેશે.

તંત્રની સાથોસાથ ગોંડલ શહેરમાં યુવા અગ્રણી જયોતિરાદિત્‍યસિંહ જાડેજા, નગરપાલિકા સતાધીશો આગેવાનો અને નગરપાલિકાની ટીમ સજ્જ થવા પામી છે જયારે તાલુકાના લુણીવાવ ગામે સરપંચ નિર્મળસિંહ, વાસાવડ તાલુકા પંચાયતના સદસ્‍ય હરિશયંદ્ર સિંહ ઝાલા, અનિડા ભાલોડી ના સરપંચ સામતભાઈ બાંભવા તેમજ હરમડિયા ના સરપંચ કરણસિંહજી દ્વારા જરૂરી લોકોનું સ્‍થળાંતર કરવામાં આવ્‍યું છે અને અગાઉથી જ સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે.

(10:42 am IST)