Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

પૂ.મૂકતાનંદબાપુના જન્‍મદિને વિસાવદર તાલુકા પત્રકાર સંઘ આયોજિત મહા રકતદાન કેમ્‍પ સફળતાપૂર્વક સંપન્‍ન

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૮:  વિસાવદર તાલુકાના બ્રહ્મ ાનંદ ધામ સંકુલના શિલ્‍પી તેમજ અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ એવા ક્રાંતિકારી સંત પૂ. મુકતાનંદ બાપુના ૬૨માં જન્‍મ દિવસને યાદગાર બનાવવા એક વિશેષ માનવ સેવા યજ્ઞ વિસાવદર તાલુકા પત્રકાર સંદ્ય આયોજિત મહા રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતુ.રક્‍તદાન કેમ્‍પ સ્‍થળ લેઉવા પટેલ સમાજ વાડી વિસાવદર ખાતે સૌ પ્રથમ સંતવૃંદ,ધારાસભ્‍યતથા મંચસ્‍થ મહાનુભાવોના વરદ હસ્‍તે દીપ પ્રાગટ્‍ય કરી કેમ્‍પ ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો. ભારતીય સંસ્‍કૃતિની પરંપરા મુજબ સંતોને તથા મહાનુભવોને પુષ્‍પમાળા અર્પણ કરી સન્‍માનિત કરાયા હતા.સૌ પ્રથમ ઉપસ્‍થિત સંતવૃંદ તથા મંચસ્‍થ મહાનુભાવોનું વિસાવદર તાલુકા પત્રકાર સંઘ પ્રમુખ ગિજુભાઈ વિકમાએ શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું.આ પ્રસંગે ધારાસભ્‍ય હર્ષદભાઈ રીબડીયા, ઘનશ્‍યામભાઈ સાવલિયા (શાયોના ગ્રુપ),પૂ. રામરૂપબાપુ (બીલખા ચેલૈયા ધામ), અર્જુનસિંહ રાઠોડ( ચાપરડા કેમ્‍પસ ડાયરેક્‍ટર ),પૂ. બળવંત પુરીબાપુ (કાદવાળી આશ્રમ), પૂ.સદાનંદ બાપુ (ચાપરડા બ્રહ્માનંદ ધામ આશ્રમ) એ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે પૂજય મુકતાનંદબાપુના ૬૨ માં પ્રાગટ્‍ય દિન નિમિત્તે વિસાવદર તાલુકા પત્રકાર સંદ્યના આવા સ્‍તુતત્‍ય કાર્ય બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. શ્રેષ્ઠતમ કામગીરીને બિરદાવેલ. સાથોસાથ બીજાના બુઝાતા જીવનનો આપણા રક્‍તદાનથી બીજાને નવી જિંદગી મળે તેવી શુભ ભાવનાઓ સાથેના વિચારો રજુ કરેલ. તેમજ વિસાવદર શહેરની નામાંકિત સંસ્‍થાઓના સહયોગ બદલ અભિનંદન પાઠવેલ.વધુમાં થેલેસેમિયાના રોગથી પીડાતા, રક્‍તની ઉણપ વાળા દર્દીઓને નવી જિંદગી મળે તે માટે તંદુરસ્‍ત યુવાન ભાઈ-બહેનોને રકતદાન કરી સેવાયજ્ઞમાં જોડાવા સંતો તથા મંચસ્‍થ મહાનુભાવોએ અનુરોધ કર્યો હતો.વિશેષ કોરોના વાયરસના વિષાણુના ભોગ બનેલ આવી ભયંકર મહામારીમાં માર્યા ગયેલા મૃત આત્‍માઓના દિવંગત આત્‍માઓને હ્રદયાંજલિ પાઠવવા, દિવ્‍ય આત્‍માની શાંતિ માટે શ્રદ્ધાંજલિના ભાગરૂપે બે મિનિટનું મૌન રાખવામાં આવેલ.બહોળી સંખ્‍યામાં રક્‍તદાતાઓએ રક્‍ત આપી બીજાની જિંદગી માટે અમૂલ્‍ય એવું રક્‍તદાન કર્યું હતું.પ્રમાણપત્ર તથા મોમેન્‍ટો આપી શુભેચ્‍છાઓ પાઠવી હતી કેમ્‍પમાં વર્તમાન કોરોના મહામારી ઓક્‍સિજન સિલિન્‍ડરના દાતા ઉદ્યોગપતિ બિપીનભાઈ રામાણી, વિસાવદર નગરપાલીકાના પ્રમુખ કૌશિકભાઈ વાદ્યેલા, જૂનાગઢ જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનભાઈ વાડોદરિયા, રતિભાઈ જેઠવા, ચંદુભાઈ જોશી, ચંદ્રકાંત ખુહા, સુધીરભાઈ ચૌહાણ, ઈલિયાસભાઈ ભારમલ તથા વિસાવદર તાલુકા પત્રકાર સંદ્યના મિત્રો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રમણીકભાઈ દુધાત્રા તથા અંતમાં પત્રકાર સી.વી.જોશીએ આજના બ્‍લડ કેમ્‍પમાં સહયોગી તમામનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.સમગ્ર માસ્‍ક પહેરી, સોશિયલ ડિસ્‍ટન્‍સ જાળવી સરકારશ્રીની માર્ગદર્શિકા ના નિયમોનું ચુસ્‍તપણે પાલન કરવામાં આવ્‍યું હતું. લાઈફ બ્‍લડ સેન્‍ટર રાજકોટ ડોક્‍ટર્સ ટીમે જહેમત ઉઠાવી હતી.વિસાવદર તાલુકા પત્રકાર સંદ્યનાં પ્રમુખ ગીજુભાઈ વીકમાંએ કાર્યક્રમને સફળ બનાવવામાં બદલ સૌનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(10:17 am IST)
  • અમદાવાદમાં બે કલાકથી ભારે વરસાદ : ટ્રાફીક જામ : આ લખાય છે ત્યારે બપોરે ૩ વાગ્યે અમદાવાદમાં ભારે થી અતિભારે વરસાદ પડી રહ્ના છે : છેલ્લી બે કલાકથી વરસાદ ચાલુ છેઃ વાવાઝોડુ ‘તૌકતે’ અત્યારે અમદાવાદ પંથકમાંથી પસાર થઈ રહ્ના છે : રાજકોટ - અમદાવાદ હાઈવે ઉપર ચાંગોદર પાસે ૦ા-૦ા ફૂટ પાણી ભરાયા : જબ્બર ટ્રાફીક જામ access_time 3:17 pm IST

  • ‘તૌકતે’ વાવાઝોડાઍ ગુજરાતમાં ૪૦ હજાર વૃક્ષો અને ૧૬૫૦૦ કાચા - પાકા મકાનોનો ભૂક્કો બોલાવી દીધો : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીઍ કરેલી જાહેરાત (ઈન્ડિયા ટીવીનો અહેવાલ) access_time 12:47 pm IST

  • વાવાઝોડાની ઇફેક્ટ : જૂનાગઢ ના ચોરવાડ માં અતિભારે ફૂંકાતા પવનને કારણે નારીયેલીના ઝાડ પડતા 2 માળ નું મકાન થયું ઘરાશાઈ access_time 11:46 pm IST