Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

ભારતીય ટપાલ વિભાગ દ્વારા 'કોવિડ ૧૯' વોરિયર્સને સલામ આપતી સ્ટેમ્પ બહાર પડાઈ

9કચ્છમાં સાંસદ વિનોદ ચાવડા દ્વારા વિમોચન

(ભુજ) દેશભરમાં કોવિડ ૧૯ માં સેવા આપતા કોરોના યોદ્ધાઓને સલામ આપતી સ્ટેમ્પને ભારતીય પોસ્ટલવિભાગ દ્વારા બહાર પડાઈ છે. તા/૧૮/૫/૨૦ થી તા/૨૨/૫/૨૦ સુધી તમામ ટપાલોમાં આ સ્ટેમ્પ લાગશે. મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા કચ્છ મધ્યે આ સ્ટેમ્પને ખુલ્લી મુકાઈ હતી. કચ્છના પોસ્ટલ સુપ્રીટેડેન્ટ  એસ.યુ. મન્સૂરી હાજર રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ કોરોના સામે લોકોમાં જાગૃતિ આણવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને પ્રશંસનીય ગણાવ્યા હતા. તો, કોરોના વોરિયર્સ તરીકે સેવા આપતા તબીબો, નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મીઓ, પોલીસ કર્મીઓની કામગીરીને સેવારૂપ પ્રેરણાદાયી ગણાવી હતી.

(1:56 pm IST)