Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

પ્રેમપરા ગ્રામપંચાયતમાં સમાવિષ્ટ જૂના ગામતળનો સમગ્ર વિસ્તાર કન્ટેઇનમેન્ટ જાહેર

૨ કિ.મી. ત્રીજીયામાં આવેલ દાધિયાપરા,રામપરા,હરિનગર સહિતના ગામ બફર ઝોન :કલેકટર ડો.સૈારભ પારધી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તા.૧૬ જૂન સુધી અમલમાં રહેશે

જૂનાગઢ ,તા.૧૮:  પ્રેમપરા વિસ્તરામાં કોરોના વાઈરસનો આજે ૧ કેસ પોઝીટીવ નોંધાયો છે. જેના પગલે વિસાવદર તાલુકાના પ્રેમપરા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ  જુના ગામતળને કન્ટેનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ છે.જયારે પ્રેમપરા ગામની ફરતે  ૨ કી.મીની ત્રિજયામાં આવેલ વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. 

લોકડાઉનના ત્રીજા તબક્કામાં ભેસાણ તાલુકામાં ૨ કેસ, જૂનાગઢ જિલ્લા મનપા વિસ્તારમાં  ૧ કેસ અને માંગરોળમાં ૧ કેસ પોઝીટીવ નોધાંયા બાદ આજ પ્રેમપરામાં ૧ કેસ પોઝીટીવ નોંધાતા   જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.આ જાહેરનામા મુજબ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પ્રેમપરા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ જુના ગામતળના સમગ્ર વિસ્તારને કન્ટેઇનમેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવેલ છે.

કન્ટેઇનમેન્ટ એરીયા તરીકે જાહેર થયેલ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. આરોગ્ય વિભાગની ગાઇડલાઇન મુજબ ૧૦૦ ટકા થર્મલ સ્ક્રીનીંગ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત, એન્ટ્રી અને એકઝીટ પોઇંટ થી પસાર થતા તમામ વ્યકિત-વાહનોનુ રેકર્ડ રહેશે. એન્ટ્રી અને એકઝીટ પોઇંટ સીવાય અન્ય કોઈ રસ્તા પરથી વ્યકિત કે વાહનની અવર જવર થઈ શકશે નહિ. ઉકત કન્ટેઇનમેન્ટ વિસ્તારમાંથી બહાર નીકળતા કે પસાર થતા તમામ વાહોનોને સેનીટાઈઝ કરાયા બાદ જ તે વિસ્તારમાંથી બહાર નીકળી શકશે. આ વિસ્તારમાં બહારની કોઈ વ્યકિત અંદર જઈ શકશે નહિ તેમજ અહિં વસવાટ કરતા કોઈ પણ વ્યકિત બહાર જઈ શકશે નહિ.

તે સીવાય પ્રેમપરા ગામની ફરતે આવેલ ગામની આજુબાજુમાં ૨ કિલોમીટરની ત્રિજયામાં  આવેલ દાધિયાપરા, રામપરા, હરિનગર, ૧૦૦ ચો.વારનો પ્લોટ વિસ્તાર તથા પિયાવા (ગીર), સતાધાર, જાબુંડી, ગામના ગ્રામ પંચાયતના રહેણાંક વિસ્તારો તથા તેના મહેસૂલી વિસ્તારોને  બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. બફર ઝોન જાહેર થયેલ વિસ્તારમાં કોવીડ-૧૯ ના સંક્રમણના ફેલાવાની શકયતાને ઘ્યાને લઇ આવશ્યક ચીજવસ્તુઓ, લોકોની અવરજવર વગેરેના નિયમન માટે જરૂરી નિયંત્રણો લાગૂ થશે.

આ જાહેરનામાંની જોગવાઈઓ સરકારી ફરજ પરના વ્યકિતઓ- વાહનો  (સરકારી/ખાનગી સહિત)અને આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ-વિતરણ કરતા તેમજ વહીવટી તંત્ર દ્રારા ઈસ્યુ કરાયેલ પાસ ધારકોને,આ વિસ્તારમાંથી પસાર થતા માલવાહકોને લાગૂ પડશે નહિ.પરંતુ કન્ટેઇનમેન્ટ એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન,ડીસઈનફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંદ્યન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામુ તા.૧૬ મે થી તા.૧૬ જુન  સુદ્યી અમલમાં રહેશે.(

(1:22 pm IST)