Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

સાવરકુંડલાનાં લીખાળામાં ફાયરીંગની ઘટનામાં હથિયારો રોકડ જપ્ત

અમરેલી-સાવકુંડલા-રાજુલા, તા. ૧૮:  અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે આપેલ સુચના અન્વયે કે.જે. ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા નાઓના માર્ગદર્શન હેઠળ અન્વયે આરોપીઓની શોધી કાઢવા અમરેલી એલ.સી.બી શાખાના ઇન્ચાર્જ પો.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા એલ.સી.બી સ્ટાફ તથા એસ.ઓ.જી ઇન્ચાર્જ પો.ઇન્સ એમ.એ.મોરી તથા એસ.ઓ.જી સ્ટાફ તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ સુ. એ.પી.ડોડીયા તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ નાઓએ તા-૧૫/૦૫/૨૦૨૦ ના રોજ આરોપી ભુપતભાઇ હીરાભાઇ વાધેલા તથા શૈલેશભાઇ ભુપતભાઇ વાધેલા રહે બંન્ને લીખાળા વાળાના રહેણાંક મકાને કોમ્બીંગ દરમ્યાન આરોપીઓના રહેણાંક મકાનન રૂમ માથી લોખ;ડના ધારીયા, છરી,લોખંડની ટી, લાકડી, જેવા ઘાતક હથીયારો મળી આવેલ તેમજ રોકડા રૂપિયા ૧,૪૦,૦૦૦/- જીવતા કાર્ટીસ તથા ફુટેલ કાર્ટીસ તથા ચાંદીની લાસ તથા કાર્ટીસ રાખવાનો પટ્ટો વિગેરે મળી આવતા તપાસ અર્થે કબજે કરેલ છે તેમજ આરોપીના રહેણાંક મકાનેથી કાળીયાક હરણનુ શીંગડુ મળી આવતા, આર.એફ.ઓ અધિકારી શ્રી કે.પી.ભાટીયાને આગળની કાર્યવાહી થવા અર્થે સ્થળ ઉપર સોપી આપેલ છે અને નાશી છુટેલ આરોપીઓને શોધી કાઢવાના પ્રયાસો શરૂ છે.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાયનાઓની સુચના અન્વયે તેમજ કે.જે.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી શાખાના ઇન્ચાર્જ પો.ઇન્સ આર.કે.કરમટા તથા એલ.સી.બી સ્ટાફ તથા એસ.ઓ.જી ઇન્ચાર્જ પો.ઇન્સ એમ.એ.મોરી તથા એસ.ઓ.જી સ્ટાફ તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એ.પી.ડોડીયા તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફનાઓને લીખાળા ગામે કોમ્બીંગ દરમ્યાન આરોપીઓના રહેણાંક મકાનેથી મોટા પ્રમાણમા હથીયાર તથા રોકડા રુપિયા તથા જીવતા તથા ફુટેલા કાર્ટીસો તથા કાળીયર હરણનુ શીંગડુ શોધી કાઢવા મોટી સફળતા મેળવેલ છે.

(1:16 pm IST)