Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

મુળ જામનગર હાલ સ્વીડન સ્થિત

ધલવ વિઠ્ઠલાણી દ્વારા ૨૦૦ ફેસ શિલ્ડ તથા ૫૦ પીપીળ કીટ જામનગર કોરોના વોરીયર્સને અપાય

પોલીસ કર્મીઓ માટેની કીટ રાજ્યમંત્રી જાડેજાને અપર્ણ કરી

જામનગર, તા.૧૮: મૂળ જામનગરનાં અને હાલ સ્વીડન સ્થાયી થયેલા ધવલભાઇ વિઠલાણી અને તેમના ભારતીય મિત્રોઙ્ગ અયોન ચક્રવર્તી, અભય મહેતા, અરુણ મોહન, શન્મુગરાજ યાદવ, જયતા ભટ્ટાચાર્ય દ્વારા સ્વીડનમાં સેતુ નામક એન.જી.ઓ. ચલાવવામાં આવી રહ્યું છે.

સેતુએ સ્વિડન અને ભારતમાં ચેરીટીના અને માનવતાવાદી અનેક કાર્યો કરે છે. કોવિડ-૧૯ મહામારીમાં ભારતના મુંબઈ, પુણે, કોલકાતા, ચેન્નાઈ અને દિલ્હીના વિસ્તારોમાં સેતુ દ્વારા અલગ-અલગ ઈનિશિએટીવ હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે ધવલભાઇ વિઠલાણી પોતાના માદરે વતનને યાદ કરીને અહીંની જી.જી.હોસ્પિટલના ડોકટરોની સુરક્ષા હેતુ ૫૦ પી.પી.ઈ કીટ અને સતત ફિલ્ડ પર કાર્યરત કોરોના વોરિયર્સ પોલીસકર્મીઓ માટે ૨૦૦ ફેસ શિલ્ડ અર્પિત કર્યા છે. જે જામનગરના રમેશભાઈ દત્ત્।ાણી,રોહિતભાઈ વિઠલાણી,ગીરીશભાઈ વિઠલાણી તેમજ જેનીશભાઈ દત્ત્।ાણીના હસ્તે અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને અર્પિત કરાયા હતા.

આ તકે રાજયમંત્રીશ્રીએ ધવલભાઈને બિરદાવતા કહ્યું હતું, કે સામાન્ય રીતે લોકો વતન છોડીને બહાર જતા પોતાના દેશને ભૂલી જતા હોય છે, પરંતુ પોતાના દેશને યાદ રાખીને આ સંકટના સમયમાં ધવલભાઇ દ્વારા જે મદદ કરવામાં આવી છે તે ખૂબ પ્રશંસનીય છે અને આ મદદને રમેશભાઈ દત્ત્।ાણી, રોહિતભાઈ વિઠલાણી, જેનીશભાઇ દત્ત્।ાણી, ગીરીશભાઇ વિઠલાણી દ્વારા જામનગરના આંગણે પહોંચાડવામાં આવી છે તે માટે તેઓને પણ બિરદાવું છું.

(1:14 pm IST)