Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

જામનગરમાં કોર્પોરેટરના ભાઇએ લોકરક્ષક દળના જવાન સામે કન્ટેઇનમેન્ટ ઝોનમાં ઉધ્ધતાઇ કર્યાની ફરીયાદ

જામનગર, તા.૧૮: કોરોનાના કહેર વચ્ચે જામનગરમાં કુલ ૩૪ પોઝીટીવ કેસો નોંધાયા છે જેમાં ખોજાના નાકા વિસ્તારમાં પણ પોઝીટીવ કેસ આવતા આ વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને આ વિસ્તારમાં લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તેવા સમયે આ વિસ્તારમા લોકરક્ષક દળના એલ.આર.ડી. જવાન વિપુલભાઈ કનુભાઈ બુધશી ફરજ બજાવતા હતા આ દરમ્યાન ખોજાનાકા વિસ્તારના કોર્પોરેટર જૈનબબેન ખફીના ભાઈ હુશેન ખફી અને તેની સાથે એક વ્યકિત મોટરસાયકલ લઈને કન્ટેઈમેન્ટ ઝોન માંથી નીકળ્યા હતા. આ દરમ્યાન આ વિસ્તારમાં ફરજ પર રહેલા વિપુલભાઈ કનુભાઈ બુધશી નામના એલ.આર.ડી. જવાન સાથે કોર્પોરેટર જૈનબબેનના ભાઈ હુશેન અને તેની સાથેના વ્યકિતએ જીભાજોડી કરી ઉઘ્ધતાઈ ભર્યું વર્તન કરતા તેની સામે સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ અંગેની ફરીયાદ નોંધાઈ છે. આ અંગે વધુ તપાસ ખંભાળીયા ગેઈટ પોલીસ ચોકી ના પી.એસ.આઈ. ચલાવી રહ્યા છે.

લોક ડાઉનમાં અલીયા ગામે આવેલા બે સામે ગુનો નોંધાયો

જામનગર : કોરોના વાયરસને કારણ લોકોમાં ચેપ ન ફેલાઈ તે સારૂ કોરોના વાઈરસની અસરને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણમાં લાવી શકાય તે માટે સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કરેલ હોય જે લોક ડાઉન દરમ્યાન કોરોના વાયરસ ફેલાતો રોકવા સરકાર  દ્વારા ઘણા પ્રકારના આગમચેતીના પગલા જાહેર કરેલ છે જેમાં જિલ્લા બહાર જવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે ત્યારે બહારગામથી ચોરી છુપીથી અલીયાગામે આરોપી સિંઘેશભાઈ મોહનભાઈ મકવાણા  ઉ.વ.૪૦, મંજુબેન સિંઘેશભાઈ મોહનભાઈ મકવાણા ઉ.વ.૩૭,વાળા અલીયાગામ તા.જિ.જામનગર માં આવી પહોંચ્યો હતા અને આ અંગેની જાણ પોલીસને થતા પંચ ભએભ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ. પ્રફુલભાઈ હિરાભાઈ પરમાર એ  લોકડાઉનમાં વગર પરમીશને ચોરી છુપીથી જામનગર જિલ્લામાં પ્રવેશવા અંગે ગુનો નોંઘ્યો હતો.

કુતરા તગડવા બાબતે બઘડાટી

જામનગર : સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રવિણભાઈ રવજીભાઈ કછટીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–પ–ર૦ર૦ના કલ્યાણ ચોક પાસે, જામનગરમાં ફરીયાદી પ્રવિણભાઈ તથા સાહેદ કલ્પેશ લાલજીભાઈ બન્ને તેના ફૈઈના ઘરે જામનગર કલ્યાણચોક ખાતે મગફળી નું બીયારણ લેવા માટે આવેલ હોય અને ત્યાં બેસેલ હોય હોય તેવામાં ત્યાં કુતરૂ આવી ને ભસવા લાગતા સાહેદ પ્રેમીલાબેન કુતરાને તગડતા હોય તેવામાં આ કામનેા આરોપીઓ કમલેશભાઈ કાનજીભાઈ પરમાર, ભાવેશ જેન્તીલાલ પરમાર, રે. જામનગરવાળા આવી અને કહેલ કે કેમ કુતરા ને અમારા ઘર તરફ કેમ કાઢો છો તેમ કહી ફરીયાદી પ્રવિણભાઈ તથા સાહેદને ભુડાબોલી ગાળો આપી આરોપી ભાવેશ જેન્તીલાલ પરમાર એ છુટ્ટા પથ્થરનો ઘા સાહેદ કલ્પેશને કપાળના ભાગે મારી ઈજા કરી ગુનામાં એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટર સાહેબના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

લોક ડાઉનમાં ઉપલેટાથી જામનગર આવતા બે સામે ગુનો

જામનગર : કોરોના વાયરસને કારણ લોકોમાં ચેપ ન ફેલાઈ તે સારૂ કોરોના વાઈરસની અસરને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણમાં લાવી શકાય તે માટે સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કરેલ હોય જે લોક ડાઉન દરમ્યાન કોરોના વાયરસ ફેલાતો રોકવા સરકાર  દ્વારા ઘણા પ્રકારના આગમચેતીના પગલા જાહેર કરેલ છે જેમાં જિલ્લા બહાર જવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે ત્યારેઉપલેટા થી ચોરી છુપીથી અજાણ્યા ખટારામાં આરોપી હૈદર હુશેન વારા, ઉ.વ.રર, સેનાજબેન હૈદર હુશેન વારા, ઉ.વ.૧૯ વાળા જામનગરના હાડકાના કારખાના પાસે, પોલીટેકનીકલ કોલેજની સામે, રેલ્વે લાઈનની બાજુમાં, બેડી જામનગરમાં આવી પહોંચ્યો હતો અને આ અંગેની જાણ પોલીસને થતા બેડી મરીન પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ. એમ.એલ. આહીરે લોકડાઉનમાં વગર પરમીશને ચોરી છુપીથી જામનગર જિલ્લામાં પ્રવેશવા અંગે ગુનો નોંઘ્યો હતો.

લોક ડાઉનમાં સુરતથી જામનગર આવનાર  બે સામે ગુનો

જામનગર : કોરોના વાયરસને કારણ લોકોમાં ચેપ ન ફેલાઈ તે સારૂ કોરોના વાઈરસની અસરને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણમાં લાવી શકાય તે માટે સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કરેલ હોય જે લોક ડાઉન દરમ્યાન કોરોના વાયરસ ફેલાતો રોકવા સરકાર  દ્વારા ઘણા પ્રકારના આગમચેતીના પગલા જાહેર કરેલ છે જેમાં જિલ્લા બહાર જવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે ત્યારે સુરત થી ચોરી છુપીથી પોતાના મોટરસાયકલમાં આરોપી અશ્વિનકુમાર પરષોતમભાઈ સંઘાણી,ઉ.વ.૪પ, આશાબેન અશ્વિનભાઈ સંઘાણી, ઉ.વ.૩૮,વાળા વિભાપર ગામ, તા.જિ.જામનગર માં આવી પહોંચ્યો હતા અને આ અંગેની જાણ પોલીસને થતા બેડી મરીન પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ. એમ.એલ. આહીરે લોકડાઉનમાં વગર પરમીશને ચોરી છુપીથી જામનગર જિલ્લામાં પ્રવેશવા અંગે ગુનો નોંઘ્યો હતો.(

(1:13 pm IST)