Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

પાટડી પ્રાંત દ્વારા ઝેઝરી ગામની મુલાકાત

 વઢવાણ :  કોરોના વાયરસના સંક્રમણના લીદ્યે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે,ઙ્ગઅને દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. તેવા સમયે સુરેન્દ્રનગર જિલ્લાના લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે જિલ્લા વહિવટી તંત્ર અને રાજય સરકારની માર્ગદર્શિકા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે.જે અન્વયે પાટડી ખાતે પ્રાંત અધિકારીશ્રી બી.કે.જોશી દ્વારા તાલુકાના ઝેઝરી ગામમાં સર્વેલન્સની કામગીરી દરમિયાન મુલાકાત લેવામાં આવી હતી. ઉપરાંત પ્રાંત અધિકારીશ્રી દ્વારા આરોગ્ય વિભાગની ટીમ સાથે ગામમા ફરી ગામ લોકો સાથે સંવાદ કરી લોકડાઉનનું પાલન કરવા અને દ્યરમાં જ રહેવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો હતો.તસ્વીરમાં ગ્રામજનો સાથે ચર્ચા કરતા પ્રાંત અધિકારી નજરે પડે છે.(

(1:09 pm IST)