Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

મોરબીના ભડીયાદ ગામે લોકડાઉન વચ્ચે જાહેરમાં જુગાર રમતા ૧૨ શખ્સો પકડાયા

 મોરબી,તા.૧૮:  કોરોના લોકડાઉન વચ્ચે મોરબીના ભડિયાદ ગામમાં જુગાર રમતા ૧૨ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે.

મોરબીના ભડિયાદ ગામે જાહેરમાં જુગારની બાતમી મળતા તાલુકા પોલીસ ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા રસિક ભીખાભાઈ ધોળકીયા, હરજી લાભુભાઈ રૂદાતલા, નવઘણ લખમણ ઈટોદરા, ગોપાલ જેસિંગભાઈ જંજવાડિયા, પ્રભુ લાભુભાઈ રૂદાતલા, મનસુખ જીવનભાઈ કારેલીયા, પ્રકાશ દશુભાઈ જંજવાડિયા, સંજય રવજીભાઈ કગથરા, રાજુ જેરામભાઈ બોરતરીયા, કાનજીભાઈ દેવાભાઈ મુછ્ડીયા, જીવણ દેવજીભાઈ કારેલીયા અને દેવજીભાઈ બાબુભાઈ કડીવાર રહે બધા ભડીયાદ વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૦,૩૩૦ જપ્ત કરી છે અને જુગાર તેમજ જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.(

(1:24 pm IST)