Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

સુરેન્દ્રનગરમાં સોની મંડળની બહેનોએ સ્વખર્ચે પપ હજાર માસ્ક બનાવી ૨૧ હજારનું વિતરણ કર્યું

વઢવાણ તા.૧૮ :  કોરોના વાયરસના સંક્રમણના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, તેવા સમયે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લાની ૫૪૦ ગ્રામ પંચાયતો પૈકી ૭૭ ગ્રામ પંચાયતમાં મિશન મંગલમ યોજના અંતર્ગત સખી મંડળની બહેનો દ્વારા આ મહામારીના સમયે લોકોને ઉપયોગી થવાના હેતુસર સ્વખર્ચે માસ્ક બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં કુલ ૩૫ ગ્રામ સંગઠન અનેઙ્ગ૨૩ સ્વ સહાય જૂથ મળીને કુલ ૯૧ જેટલી બહેનો સંકળાયેલ છે.ઙ્ગ

 જે અન્વયે મિશન મંગલમ યોજના અંતર્ગત જિલ્લાના સખી મંડળની બહેનો દ્વારા ચોટીલામાં ૨૯૦૦, ચુડામાં ૨૫૦૦, ધ્રાંગધ્રામાં ૯૨૬૦, લખતરમાં ૩૦૦, લીંબડીમાં ૩૩૦૦, મૂળીમાં ૧૮૮૧, સાયલામાંઙ્ગ૬૬૫૦, પાટડીમાં ૫૩૦૦, થાનગઢમાં ૪૫૦૦ અને વઢવાણ તાલુકામાં ૧૮,૯૦૦ માસ્ક મળીને કુલ ૫૫,૪૯૧ જેટલા માસ્ક સ્વખર્ચે બનાવેલ છે.

આમ, જિલ્લાના સખી મંડળની બહેનો દ્વારા ગ્રામ પંચાયતના ઞ્ન્ભ્ઘ્દ્ગક્ન કુલ ૨૩,૧૦૦ અને અન્ય સંસ્થાના ૩૨,૩૯૧ માસ્કના ઓર્ડર મુજબ બનાવેલ ૫૫૪૯૧ માસ્ક બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ૨૧,૩૦૦ જેટલા માસ્ક લોકોને વિનામુલ્યે અર્પણ કરી સેવાકીય પ્રવૃતિ પણ કરવામા આવી છે, તેમજ બાકીના માસ્કનું વેચાણ કરી આ કામગીરી થકી સખી મંડળની એસ.એચ.જી.ની બહેનો દ્વારા રૂપિયા ૨,૫૩,૪૮૦ની આવક પણ મેળવેલ છે.

(12:06 pm IST)